
આંધ્રપ્રદેશના ગુંટુરમાં YSRCPના પાર્ટી પ્રમુખની રેલી દરમિયાન એક સમર્થકના મૃત્યુના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીને હાઈકોર્ટે વચગાળાની રાહત આપી છે. પૂર્વ મુખ્યમંત્રીને રાહત આપતા કોર્ટે કહ્યું, 'તમામ સાવચેતીઓ છતાં કુંભ મેળામાં પણ અકસ્માતો બને છે.'
જગન મોહન રેડ્ડી લાગ્યો છે બેદરકારીથી મૃત્યુનો આરોપ
18 જૂને યોજાયેલી રેલી દરમિયાન પલાનાડુ જિલ્લાના સતનાપલ્લેમાં જગન મોહન રેડ્ડીના કાફલામાં સામેલ એક વાહને સી. સિંગૈયા (53) ને કચડી નાખતાં તેમનું મૃત્યુ થયું હતું. આ કાર જગન રેડ્ડીની હોવાનું સામે આવતા પોલીસે તેમની કારને જપ્ત કરી લીધી હતી. આ ઉપરાંત, YSRCP પ્રમુખ અને પાર્ટીના અન્ય સભ્યો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તે જ દિવસે નોંધાયેલી એફઆઈઆરમાં બિન-ઇરાદાપૂર્વક હત્યા અને બેદરકારીથી મૃત્યુનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ચંદ્રબાબુ નાયડૂ પર સામે ઉઠ્યા સવાલો
જેથી જગન રેડ્ડી અને તેમની પાર્ટી તરફથી આકરી રાજકીય પ્રતિક્રિયા આવી અને તેમણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ પર સવાલો ઉઠાવ્યા હતા અને ઝેડ+ સુરક્ષા પ્રોટોકોલમાં ચૂકનો દાવો કર્યો હતો. જગન રેડ્ડીએ એફઆઈઆરને નાયડૂ સરકારની 'ધ્યાન ભટકાવવાની વ્યૂહનીતિ' પણ ગણાવી હતી.
YSRCPએ કહ્યું કે, સિંગય્યાનું મોત જગન મોહન રેડ્ડીના કાફલાની નજીક થયું. ત્યારે, તેલુગુ દેશમ પાર્ટીએ દાવો કર્યો કે, તેમના કાફલાની એક કારે વૃદ્ધને કચડ્યા હતા.
ત્યારબાદ જગન મોહન રેડ્ડીએ આ હિટ એન્ડ રન મામલા વિરૂદ્ધ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. સૂત્રોના અનુસાર, પોતાની અરજીમાં તેમણે આરોપ લગાવ્યો કે, તેમનું નામ જાણીજોઈને આરોપી તરીકે જોડવામાં આવ્યું અને ફસાવવામાં આવી રહ્યો હોવાની વાત કરી. તેમણે સિંગય્યાના પરિવારના એક નિવેદનને પણ ટાંક્યું, સાથે જ કહ્યું કે, તેમની પાર્ટીના નેતાઓએ તેમને વળતર આપ્યું.