Himachal Pradesh Chamba Couldburst: હિમાચલ પ્રદેશમાં આભ ફાટ્યું છે. મંડી બાદ ચંબા વિસ્તારમાં પણ આભ ફાટતાં પૂરની તારાજી સર્જાઈ છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જનજીવન ખોરવાઈ ગયુ છે. 261થી વધુ રસ્તાઓ ધોવાયા છે. આગામી ત્રણ દિવસ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. મૃત્યુઆંક વધીને 74 થયો છે. 70થી વધુ લોકો હજી ગુમ છે. એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની બચાવ ટુકડી સતત બચાવ કામગીરી હાથ ધરી છે.

