
જેતપુરમાં ગતરાત્રીના રોજ મરામારીના બનાવમાં હિસ્ટ્રીસીટરનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકને સારવાર માટે સરકારી સિવિલ હોસ્પિટલમાં પણ આવ્યો હતો. જે સારવાર દરમિયાન ત્યાંથી નીકળી ગયો હતો જેનો મૃતદેહ શહેરના ચાંદની ચોક ફૂલવાડી વિસ્તારમાંથી મળી આવ્યો હતો.
રાજકોટના જેતપુરમાં ગતરાત્રિએ એક મરમારીનો બનાવ બન્યો હતો જેમાં એક હિસ્ટ્રીસીટરનું મોત નીપજ્યું હતું. મૃતક યુવક સારવાર માટે જેતપુર સરકારી સિવિલ હોસ્પિટલમાં પણ આવેલ હતો. સારવાર લઈને યુવક હોસ્પિટલમાંથી નીકળી ગયો હતો. જે બાદ શહેરના ચાંદની ચોક ફૂલવાડી વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકમાં શરીર પર ઇજાઓના નિશાન પણ મળી આવ્યા હતા.
મૃતક યુવક સાજીદ હાજીભાઈ શેખ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. મૃત્યુ યુવક સામે અનેક ગુનાઓ નોંધાયેલા તેમજ થોડા સમય પહેલા પાસામાંથી બહાર આવેલ હતો. જે બાદ મારામારીના બનાવવામાં મૃત્યુ પામી હોવાની ઘટના સામે આવી છે. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેતપુર સીટી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.