Rain Forecast, Gujarat : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 27 જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે શનિવારે (21 જૂન) બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે આજે 27 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે, ત્યારે ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં કેવો રહેશે વરસાદી માહોલ.

