Home / World : Shubhaanshu Shukla leaves from Space Station spacecraft undocks from ISS

શુભાંશુ શુકલા સ્પેસસ્ટેશનથી રવાના થયા, ISSથી અનડૉક થયું યાન; જાણો પૃથ્વી પર ક્યારે પહોંચશે

શુભાંશુ શુકલા સ્પેસસ્ટેશનથી રવાના થયા, ISSથી અનડૉક થયું યાન; જાણો પૃથ્વી પર ક્યારે પહોંચશે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મિશન Axiom-4 હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS)માં ગયેલા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુકલા પોતાના અન્ય સાથીઓ સાથે હવે થોડા સમય બાદ અવકાશમાંથી ધરતી પર પરત ફરશે. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુકલાએમિશન હેઠળ અવકાશમાં 18 દિવસ વિતાવ્યા છે.

અત્યાર સુધીની માહિતી અનુસાર, સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન 'ગ્રેસ' ના હેચને બંધ કરી દેવામાં આવ્યા છે અને સૂચકાંકોને સંરેખિત કરવામાં આવ્યા છે, જે અવકાશમાં લગભગ 18 દિવસના રોકાણ પછી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માંથી એક્સિઓમ-4 (X-4) ક્રૂને અનડોક કરવા માટેની અંતિમ તૈયારીઓ દર્શાવે છે.

પૃથ્વી પર પરત ફરવામાં લાગશે 22 કલાક

અનડૉકિંગ બાદ આ સ્પેસક્રાફ્ટ પૃથ્વી તરફ ઉડાન ભરશે. સ્પેસક્રાફ્ટનેઅવકાશયાનને પરત પૃથ્વી પર આવવામાં 22 કલાકનો સમય લાગશે. મળતી માહિતી અનુસાર અનડૉકિંગના 22 કલાક બાદ પ્રશાંત મહાસાગરમાં કેલિફોર્નિયાના દરિયા કિનારા પાસે સ્પલેશડાઉનની આશા છે.

એક્સિઓમ-4 મિશન હેઠળ શુભાંશુ અને ત્રણ અન્ય અવકાશયાત્રી 26 જૂને ISS પર પહોંચ્યા હતા. ISS પર અવકાશયાત્રીઓએ કેટલાક પ્રયોગ કર્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે આ સ્પેસક્રાફ્ટની પૃથ્વી સુધી પરત ફરવાની પુરી પ્રક્રિયા સ્વચાલિત હશે.

 

 

Related News

Icon