Home / Entertainment : Saif's son created fear by becoming a villain in 23 seconds

VIDEO : લાંબી દાઢી અને વિખરાયેલા વાળ… સૈફના દીકરાએ 23 સેકન્ડમાં વિલન બનીને ખોફ પેદા કર્યો 

સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ અલી ખાને આ વર્ષે નેટફ્લિક્સ પર રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'નાદાનિયાં' થી ડેબ્યૂ કર્યું હતું. પહેલા તેણે રોમેન્ટિક કેરેક્ટર પ્લે  કર્યું હતું, પરંતુ હવે પોતાની બીજી જ ફિલ્મમાં તેણે ખલનાયક બનીને મહેફિલ લૂંટવાની તૈયારી કરી લીધી છે. અમે વાત કરી રહ્યા છીએ ઈબ્રાહિમ અલીની અપકમિંગ ફિલ્મ 'સરઝમીન' વિશે, જે આવતા મહિને OTT પ્લેટફોર્મ Jio Hotstar પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેમાં ઈબ્રાહિમ જોરદાર લાગી રહ્યો છે. તેનો લુક કમાલનો છે.

આ ફિલ્મમાં ઈબ્રાહિમ નેગેટિવ રોલ પ્લે કરી રહ્યો

બોમન ઈરાનીના દીકરા કાયોજ ઈરાનીના ડાયરેક્શનમાં બનેલી 'સરઝમીન'માં પૃથ્વીરાજ સુકુમારન એક સૈનિકની ભૂમિકા ભજવી રહ્યો છે અને કાજોલ તેની પત્નીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં ઈબ્રાહિમ નેગેટિવ રોલ પ્લે કરી રહ્યો છે. ૩૦ જૂને આ ફિલ્મનું જે ટ્રેલર સામે આવ્યું તે 1.5 મિનિટનું છે. 1.5 મિનિટના ટ્રેલરમાં ઈબ્રાહિમ માત્ર 23 સેકન્ડ માટે સ્ક્રીન પર જોવા મળે છે, પરંતુ આ ટૂંકા સ્ક્રીનટાઈમમાં જ તેણે પોતાના લુકથી બધાને આકર્ષિત કરી લીધા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઈબ્રાહિમે આંખોમાં સૂરમા લાગેવલ દેખાઈ રહ્યો છે. તેના વાળ વિખરાયેલા છે અને તેની દાઢી લાંબી છે. આ લુક દ્વારા તેણે ખલનાયક બનીને ડર પેદા કરવાનું કામ કર્યું છે. એવું લાગે છે કે આ લુક સાથે તે લોકો પર ઊંડી છાપ છોડશે.

આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી છે

ટ્રેલરમાંથી ઈબ્રાહિમની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો તેનો ઈન્ટેન્સ લુક ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે ચાહકો આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી છે અને કરણ જોહર તેનો પ્રોડ્યૂસર છે. ઈબ્રાહિમની સાથે પૃથ્વીરાજ સુકુમારને પણ ટ્રેલરમાં પોતાના ડાયલોગથી માહોલ બનાવી દીધો છે. સૈનિકની ભૂમિકામાં તેનો ડાયલોગ કંઈક આવો છે, 'તમે મોટી ભૂલ કરી છે. મેં પહેલા પણ કહ્યું હતું કે મારા માટે સરઝમીનની સુરક્ષાથી ઉપર કંઈ પણ નથી.'

Related News

Icon