
નર્મદા જિલ્લામાં આવકના દાખલા બોગસ બનાવવાની બાબતમાં ચૈતર વસાવાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના નેતાઓ આવકના બોગસ દાખલામાં સંડોવાયેલા છે, તેવો આક્ષેપ કર્યો છે. ભાજપના નેતાઓ દાખલા કૌભાંડમાં સંડોવાયેલા છે. તેઓની ધરપકડ થતી નથી તેવો ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે.
ભરુચ સાંસદના આક્ષેપ
ભરૂચના લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, બોગસ દાખલાનો આખો મામલો ગાંધીનગરથી પકડાયો છે. કેટલાક કૌભાંડકારી નેતાઓએ તલાટીમાં સહી સિક્કા બનાવી અને નકલી દાખલા બનાવ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના નેતા અને ભાજપના નેતા પણ સામેલ છે. ચૈતર વસાવાના ખાસ ગણાતા આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાના ગામની નજીક કૌભાંડ પકડાયું છે. આમઆદમી પાર્ટીના નેતાઓ દૂધ અને દહીંમાં પગ રાખે છે. આખા મામલાની રજૂઆત કરી છે ત્યારે બે દિવસથી ચૈતર વસાવા જાગ્યા છે તેવો આક્ષેપ કર્યો છે.
વસાવાના પ્રતિઆક્ષેપ
ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવક ના બોગસ દાખલા કાઢી નાખવામાં આવ્યા જેમાં તલાટી ના બોગસ સાહસિક્કા કરવામાં આવ્યા જ્યારે આવક ના દાખલા બોગસ બનાવી ને વૃધ્ધ પેન્શન તેમજ અન્ય યોજનાઓમાં લાભ લઈ રહ્યા છે 15 દિવસ થી સમગ્ર મામલાની ફરિયાદ નોંધાવા છતાંય ભાજપ ના નેતાઓ ની સંડોવણી બહાર આવતા પોલીસ ધીમીગતિએ કામગીરી કરી રહી છે જે આરોપીઓના ના આવ્યા છે તે ભાજપ ના મોભીઓ છે પોલીસ નો ભાજપ ના નેતાઓ સુધી હાથ પહોંચ્યો નથી પોલીસ જલ્દી આરોપીઓને પકડી ને તટસ્થ તપાસ કરે જો દિન સાત માં આરોપીઓને નહીં પકડે તો કલેકટર કચેરી અને એસપી કચેરી ઉપર જઈને ઉગ્ર આંદોલન કરીશું જ્યારે આ બોગસ દાખલા માં મોટાપાયે નાણાં ની હેરફેર થઈ છે જ્યારે જરૂરિયાત વાળા લોકો રાઈટ ટુ એજ્યુકેશન નો લાભ થી વંચિત રહી જાય છે અને કૌભાંડ કારી નેતાઓ અને પૈસાદાર લોકો એડમિશન મેળવી લે છે અને લાભ મેળવી લે છે ચૈતર વસાવા ના ગંભીર આક્ષેપ થી રાજકારણ ગરમાયું છે