ભારતે એક મોટુ પગલુ ભર્યુ છે. દહેરાદૂનની BSS મટેરિયલ કંપનીએ પોતાની નવી AI આધારિત ઓટોનોમસ લીથલ વેપન સિસ્ટમ, નેગેવ LMGનું 1400 ફૂટની ઉંચાઇ પર સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ભારતીય સેના સાથે મળીને કરવામાં આવ્યું છે.
આ ટેકનિક ભવિષ્યમાં યુદ્ધમાં ખાસ કરીને સરહદી વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. જ્યાં માનવ સૈનિકોને તૈનાત કરવા જોખમ ભરેલા હોય છે, ત્યા આ હથિયાર કામ આવી શકે છે. આ રીતના પરીક્ષણ 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' પહેલને મજબૂત કરવા માટે કરવામાં આવી રહ્યાં છે. AI-ઇનેબલ્ડ હથિયારોથી આપણી સેનાને વધારે મજબૂતી મળશે. સરહદ પર સુરક્ષા વધશે.
IMI નેગેવ એનજીની 5 ખાસિયત
વિશ્વની ખતરનાક મશીન ગનમાંથી એક, તેનું વજન 7.65 KG છે જેમાં 5.56x45mm નાટો મેગેઝિન લાગે છે. આ ગેસ ઓપરેટેડ રોટેટિંગ બોલ્ટ ટેકનિક પર કામ કરે છે. આ એક વખતમાં 850થી 1050 રાઉન્ડ પ્રતિ મિનિટના દરથી ફાયર કરે છે. ગોળીઓ 915 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી દુશ્મનના ધજાગરા ઉડાવી શકે છે. આ મશીન ગનની ફાયરિંગ રેન્જ 300થી 1000 મીટરની હોય છે. વધુમાં તે 1200 મીટર સુધી ફાયર કરી શકે છે જેમાં 150થી 200 રાઉન્ડની બેલ્ટ અથવા 35 રાઉન્ડની મેગેઝિન લગાવી શકાય છે.