Home / India : Indian airspace closed to Pakistani aircraft

પાકિસ્તાની વિમાનો માટે ભારતની એર સ્પેસ બંધ, નોટિસ કરી જાહેર

પાકિસ્તાની વિમાનો માટે ભારતની એર સ્પેસ બંધ, નોટિસ કરી જાહેર

પહેલગામ હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ચાલી રહ્યો છે ત્યારે ભારતે આજે પાકિસ્તાની વિમાનો માટે પોતાની એર સ્પેસ બંધ કરી છે જેને લઈને તમામ એરમેનને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતે એક નોટમ (એરમેનને નોટિસ) જારી કરીને પાકિસ્તાન દ્વારા નોંધાયેલા, સંચાલિત અથવા ભાડે લીધેલા તમામ વિમાનો જેમાં વાણિજ્યિક એરલાઇન્સ અને લશ્કરી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે, તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. એરસ્પેસ બંધ રાખવાનો આ સમયગાળો 30 એપ્રિલથી 23 મે, 2025 સુધી અમલમાં રહેશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પાકિસ્તાને આતંકવાદી હુમલા બાદ ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.

Related News

Icon