
Global Times Ban: કેન્દ્ર સરકારે ભારત-પાકિસ્તાન તણાવ સમયે ખોટા સમાચાર ફેલાવવા બદલ ચીનના સરકારી મીડિયા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ભારતમાં ચીનનું સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ અને શિન્હુઆના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગ્લોબલ ટાઈમ્સ ચીનના શાસક પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટીનું સત્તાવાર અખબાર છે. છેલ્લા કેટલાક સમયથી ચીનની ભારત વિરૂદ્ધ અવળચંડાઈ બાદ આ પગલું હાથ ધરવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ગઈકાલે જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ચીને અરૂણાચલ પ્રદેશના અમુક સ્થળોના નામ બદલી નાખ્યા છે.
આ આખો મામલો ઓપરેશન સિંદૂર પછીનો છે. કેટલાક પાકિસ્તાની મીડિયા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાના રાફેલ વિમાનને બહાવલપુર નજીક તોડી પાડવામાં આવ્યું હતું. ગ્લોબલ ટાઈમ્સ પર આ ખોટા દાવાઓ ફેલાવવાનો અને મુખ્ય રીતે પ્રકાશિત કરવાનો આરોપ છે.