Home / India : All armies of the country will become stronger, Inter-Services Organization Act implemented

દેશની ત્રણેય સેના બનશે વધુ મજબૂત, ઈન્ટર-સર્વિસ ઓર્ગેનાઈઝેશન એક્ટ કરાયો લાગુ

દેશની ત્રણેય સેના બનશે વધુ મજબૂત, ઈન્ટર-સર્વિસ ઓર્ગેનાઈઝેશન એક્ટ કરાયો લાગુ

દેશની ત્રણેય સેના આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે તાલમેલ વધારવા અને તેઓને વધુ મબજૂત કરવા માટે એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકે તે માટે 21મેથી ઈન્ટર-સર્વિસ ઓર્ગેનાઈઝેશન એક્ટ-2023 લાગુ કરી દેવામાં આવ્યો છે. આ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક કમાન્ડર-ઇન-ચીફ/ઓફિસર-ઈન-કમાન્ડની નિમણૂક કરાશે.

નવા કાયદો બનવાથી ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઇઝેશન હેઠળ એક કમાન્ડર-ઇન-ચીફ/ઓફિસર-ઈન-કમાન્ડની નિમણૂક કરાશે. આ કમાન્ડર સૈનિકોને કોઈ પણ સેના સાથે જોડાયેલા સૈનિકોને કંટ્રોલ અને કાર્યવાહી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, આજથી બે વર્ષ પહેલા 2023નાં ચોમાસા સત્ર દરમિયાન સંસદમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઇઝેશન બિલ રજુ કરાયું હતું. ત્યારબાદ 15 ઓગસ્ટ-2023માં રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી હતી અને પછી તેને 10 મે-2024થી લાગુ કરી દેવાયો હતો. નવા નિયમ માટે સરકારે બુધવારે (28 મે) સત્તાવાર રાજપત્ર જાહેર કરી સૂચિત કરી દીધો છે.

નવા નિયમોમાં ત્રણ ફેરફાર

કોઈપણ જવાનને કમાન્ડ આપી શકશે

1... નવા નિયમો મુજબ હવે કોઈપણ સેવા અધિકારી (જેમ કે આર્મી અધિકારી) ઈન્ટર-સર્વિસ ઓર્ગેનાઈઝેશનમાં કાર્યરત કોઈપણ અન્ય સેવા (નૌકાદળ કે વાયુસેના)ના જવાનને કમાન્ડ આપી શકશે.

અગાઉ સેના, નૌકાદળ અને વાયુસેનાના અધિકારીઓ માત્ર પોતાના જ જવાનોને આદેશ આપી શકતા હતા, જેના કારણે સંચાલનમાં અચડણો ઉભી થતી હતી.

એક અધિકારીને એડમિનિસ્ટ્રેટિવ પાવર અપાશે

2... નવા નિયમના કારણે હવે એક અધિકારી ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલા તમામ જવાનોને કંટ્રોલ કરી શકશે. એક સંબંધિત અધિકારીને એડમિનિસ્ટ્રેટિવ પાવર આપવામાં આવશે, જેઓ કોઈપણ સેના (આર્મી, નેવી, એરફોર્સ)ના જવાનો સંબંધી નિર્ણય લઈ શકશે.

જૂનો નિયમ ચોક્કસ સેવાના અનોખા કામકાજના વાતાવરણને ધ્યાને રાખીને બનાવાયો હતો. આવી સ્થિતિમાં જવાનને વહીવટી કાર્યવાહી માટે તેમના મૂળ સેવા એકમોમાં પાછા મોકલવાની જરૂર પડતી હતી, જેના કારણે વધુ સમય બગડતો હતો અને જવાનના આવન-જાવનમાં નાણાંનો પણ વેડફાટ થતો હતો.

અનુશાસનહીનતા મામલે હવે જુદી જુદી પ્રક્રિયા નહીં કરવી પડે

3... નવા કાયદાથી હવે એક યુનિટ અથવા એસ્ટેબ્લિશમેન્ટના સૈનિકોને એક કરવામાં મદદ કરશે, જેના કારણે ઘણી વખત અનુશાસનહીનતાનો મામલો સામે આવતો હતો. જોકે હવે આ મામલે વહેલો નિર્ણય લઈ શકાશે.

અગાઉ જ્યારે અનુશાસનહીનતા થતી હતી, તે તે એક ઈનડિસિપ્લિન મામલે ત્રણ જુદા જુદા સ્થળે કાર્યવાહી થતી હતી. જ્યારે આવી જુદી કાર્યવાહી થાય તો તેના પરિણામ પણ ત્રણ જુદા જુદા હોઈ શકતા હતા.

Related News

Icon