
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈરાન દ્વારા ઈઝરાયલ પર જોરદાર રીતે મિસાઈલોના એક પછી એક પ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ઈઝરાયલ દ્વારા ફાઇટર જેટ દ્વારા સતત ઈરાનના મહત્ત્વના સંરક્ષણ, પરમાણુ અને અન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એવા અહેવાલ આવી રહ્યા છે. મધ્ય ઈરાનના સેમનાન પ્રાંતમાં 20 જૂનની રાતે જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેના લીધે લોકોમાં ડર ફેલાયો હતો. જોકે હજુ સુધી આ ભૂકંપની કોઈ મોટા નુકસાનની માહિતી સામે આવી નથી.
સ્થાનિક સમયાનુસાર ભૂકંપ રાતે 8:49 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 5.1 મપાઈ હતી. આ આંચકો સેમનાન શહેરથી 36 કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં નોંધાયો હતો. યુરોપતિન ભૂમધ્યસાગર સિસ્મોલોજી સેન્ટર, જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિઝ અને નાગરિક સિસ્મોગ્રાફ નેટવર્કે પણ આ ભૂકંપની પુષ્ટી કરી હતી. તેનું કેન્દ્ર જમીનથી 35 કિ.મી. ઊંડે હોવાનું જણાવાયું હતું.
ઇઝરાયેલ સામે ઇરાનના યુદ્ધ વચ્ચે શુક્રવાર મોડી રાત્રે ઇરાનમાં કઇક એવું થયું જેને નવી થિયરીને જન્મ આપ્યો છે. ઇરાનમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બાદ અટકળો લાગી રહી છે કે ઇરાને કોઇ પરમાણુ પરીક્ષણ તો નથી કરી નાખ્યું. આ ભૂકંપ 20 જૂને સ્થાનિક સમય અનુસાર રાત્રે 9.19 વાગ્યે આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇરાનના પરમાણુ ઠેકાણાને ખતમ કરવાની સોગંધ ખાધી છે.
સેમનાનમાં તૈનાત છે સેના
યૂરોપિયન-મેડિટેરિયન સેસ્મોલોજિકલ સેન્ટર (EMSC) તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ઇરાનમાં આવેલો આ ભૂકંપ સેમનાનથી 35 કિલોમીટર નીચે હતો. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના ઝટકા ઉત્તરી ઇરાનના કેટલાક ભાગમાં અનુભવાયા હતા. જોકે, તેને કારણે કોઇના ઘાયલ થવાના કે કોઇ મોટા નુકસાનની પૃષ્ટી થઇ નથી. ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે ઇરાન-ઇઝરાયેલ સાથે સંઘર્ષ વધી રહ્યો છે.
આ યુદ્ધને કારણે ભૂકંપ ક્ષેત્રની નજીકના વિસ્તારો સહિત કેટલીક જગ્યાએ ઇરાનની મિલિટ્રી યૂનિટ્સને પણ તૈનાત કરવામાં આવી છે. ભૂકંપની જાણકારી મળતા જ સોશિયલ મીડિયા સાઇટ X પર પરમાણુ પરીક્ષણ ટ્રેંડ કરવા લાગ્યુ હતું અને યૂઝર્સ પોત પોતાની રીત અટકળો લગાવવા લાગ્યા હતા. કેટલાક યૂઝર્સે કહ્યું કે જો પરમાણુ પરીક્ષણની વાત સાચી છે તો પછી હવે અમેરિકા પણ દેશમાં ઘુસતા ગભરાશે.
ઇરાન માટે સેમનાનનું મહત્ત્વ
કહેવામાં આવે છે કે ઇરાનનો સેમનાન પ્રાંત તે જગ્યા છે જ્યા તેનું મિસાઇલ કોમ્પલેક્સ અને મિસાઇલ સેન્ટર છે. https://www.nti.org/ વેબસાઇટના રિપોર્ટ પર જો વિશ્વાસ કરીએ તો સેમનાન મિસાઇલ કોમ્પલેક્સમાં એક બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટ રેન્જ અને મેન્યુફેક્ચરિંગની ફેસિલિટી છે. એવું માનવામાં આવે છે કે તેને બનાવવામાં ચીને ઇરાનને દરેક જરૂરી મદદ કરી છે.
ઇરાને વર્ષ 1987માં સેમનાનમાં ઓગહાબ અનગાઇડેડ આર્ટિલરી રોકેટ બનાવવાના શરૂ કર્યા હતા, તેમનું લક્ષ્ય ત્યારથી દર વર્ષે 600થી 1000 આવા રોકેટ બનાવવાનું હતું. આ પ્લાન્ટમાં સોલિડ ફ્યૂલ ધરાવતી આર્ટિલરી રોકેટ નાજેટ, શાહબ-1 મિસાઇલોનું પણ પ્રોડક્શન થાય છે. વેબસાઇટનું અનુમાન છે કે જેલજેલ રોકેટને પણ અહીં બનાવવામાં આવ્યું હતું. ઇરાનનું સ્પેસ સેન્ટર અને તેની સાથે જોડાયેલી લોન્ચિંગ ફેસિલિટીઝ પણ સેમનાન પ્રાંતમાં જ છે.
ઇરાનનો વાતચીત કરવાનો ઇનકાર
ઇઝરાયેલી મીડિયાના એક રિપોર્ટ અનુસાર ઇઝરાયેલને આ વાતની જાણકારી મળી છે કે ઇરાનના વૈજ્ઞાનિકો પરમાણુ હથિયારની ડિઝાઇનની પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. ઇઝરાયેલે ત્યારે કહ્યું હતું કે જો આ સત્ય છે તો પછી ઇરાન પરમાણુ બોમ્બ બનાવવાના કેટલાક પગલા જ દૂર છે. આ પહેલા ઇરાને શુક્રવારે સ્પષ્ટ કરી દીધુ કે તે ઇઝરાયેલ તરફથી ચાલી રહેલા હુમલા દરમિયાન પોતાના પરમાણુ કાર્યક્રમને લઇને કોઇ પણ વાત નહીં કરે.