રાજસ્થાનની રાજધાની જયપુરમાં બેફામ કાર ચાલકે છ લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતની તપાસ શરૂ કરી હતી. અકસ્માત સમયે કાર ચાલક નશામાં હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેનું વાહન જપ્ત કર્યું હતું.
6 લોકોને કચડીને ભાગ જતા લોકોએ દબોચ્યો
અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને ગંગૌરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી ચાર લોકોને SMS હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માત સોમવારે મોડી રાત્રે નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત પહેલા કાર ચાલકે અનેક બાઇકોને પણ ટક્કર મારી હતી અને આ અકસ્માત પછી તે કારમાંથી નીચે ઉતરીને ભાગવા લાગ્યો હતો.
કાર ચાલક નશામાં ધૂત
જોકે, સ્થળ પર હાજર લોકોએ આરોપી કાર ચાલકને પકડી લીધો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં માર્યા ગયેલા બંને લોકોના મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘાયલોની સારવાર SMS હોસ્પિટલમાં ચાલી રહી છે. એડિશનલ ડીસીપી નોર્થ બજરંગ સિંહ શેખાવતના જણાવ્યા અનુસાર, નશામાં ધૂત વાહનચાલકે નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં MI રોડ પર અનેક વાહનોને ટક્કર માર્યા બાદ આ અકસ્માત સર્જ્યો હતો.