Home / Gujarat / Ahmedabad : Gujarat gave Bapu and also gave Modi who practices lies: Jignesh Mevani

VIDEO: ગુજરાતે સત્યના પ્રયોગ કરનારા બાપુ આપ્યા અને જૂઠના પ્રયોગ કરનારા મોદી પણ આપ્યા: જિગ્નેશ મેવાણી

Congress National AICC Seasion 2025: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) સત્રમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ સંમેલનમાં વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, આ ગુજરાતની ધરતી કમાલની ધરતી છે. ગુજરાતે સત્યના પ્રયોગ કરનારા બાપુ પણ આપ્યા અને જૂઠના પ્રયોગ કરનારા મોદી પણ આપ્યા. જૂઠના પ્રયોગ કરનારા મોદીજીની સરકારે આખા દેશ અને દુનિયા સામે ગુજરાત કેટલું વાઇબ્રન્ટ છે, સ્વર્ણિમ છે,  ઇકોનોમીમાં નંબર-1 છે તેવી મોટી મોટી ડિંગો મારી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સવાલ એ છે કે, ગુજરાત આટલું વાઇબ્રન્ટ અને સ્વર્ણીમ છે તો ગુજરાતને બેરોજગાર યુવાનો મેક્સિકોની બોર્ડર પર ગોળી ખાવા માટે મજબૂર કેમ છે. અહીનો જે ગ્રોથ છે જે જોબલેસ ગ્રોથ છે. ગુજરાતના નવી પેઢીના લોકોને ગુજરાતના સ્વપ્નને ગુજરાતની આંકાક્ષાને ગુજરાતની ભાજપ સરકાર પૂર્ણ કરી શકી નથી. સારા ગુજરાતના નિર્માણની બ્લુ પ્રિન્ટ કોંગ્રેસ પરિવાર તરફથી આપવી પડશે.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમદાવાદ અમારા માટે તીર્થસ્થાન સમાન છે. ગુજરાતમાં કોંગ્રેસના 6 અધિવેશન મળી ચુક્યા છે. ગુજરાત સાથે કોંગ્રેસની ઘણી યાદો જોડાયેલી છે. વિશ્વના દરેક દેશમાં ગાંધીજીની પ્રતિમા છે.કોંગ્રેસના નિર્માણમાં ગુજરાતનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. 

 

Related News

Icon