રાજ્યમાં રોજેરોજ નબીરાઓ બેફામ બની નિર્દોષ લોકોનો ભોગ લઇ રહ્યા છે ત્યારે આજે વધુ કે નબીરાએ બેફામ બની સુરેન્દ્રનગરમાં અકસ્માત સર્જ્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.
સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં બેફામ કાર ચલાવતા નબીરાએ યુવકનો ભોગ લઈ લીધો. બેફામ સ્વીફ્ટ કારચાલકે 3 વીજ પોલ પણ ઉખાડી ફેંક્યા હતા જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિક લોકોએ નબીરાને ઝડપી લઈ પોલીસને સોંપ્યો હતો. ઘાયલ યુવકે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે.