Home / : Geoglyphs: Messages for aliens? Or writings of the gods?

Ravi Purti : જીઓગ્લિફ : પરગ્રહવાસી માટે સંદેશા? કે દેવતાઓની લિપિ?

Ravi Purti : જીઓગ્લિફ : પરગ્રહવાસી માટે સંદેશા? કે દેવતાઓની લિપિ?

- ફયુચર સાયન્સ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રહસ્યને  કોણ ઉકેલશે?

સદીઓથી રેતીના સુનમુન મેદાનોની છાતી પર સૂતેલા રહસ્ય જાણે જાગે છે. પેરુના નિર્જન રણમાં, જ્યાં આકાશ અને ધરતી એકબીજાને ચુપચાપ ચૂમે છે. ત્યાં માનવ આંખોથી અદ્રશ્ય પણ, ઇતિહાસના પાના પર અંકિત એક અદ્ભુત વાર્તા વણાઈ છે. કોઈ પણ આધુનિક ટેકનોલોજી કે હવાઈ માધ્યમ વિના,૨૦૦૦ વર્ષ પહેલાંના નાઝ્કા કલાકારોએ ધરતીની ત્વચા પર એવી અદ્ભુત કલાકૃતિઓ કંડારી છે. જે આધુનિક મનુષ્યએ ક્યારેય સંપૂર્ણ રીતે જોઈ જ નહોતી. આભમાંથી નીચે જોતાં,રણની ધરતી પર વાંકા-ચૂંકા ભૂમિતિક આકારો,વિશાળ વાંદરાઓ,પક્ષીઓ,કરોળિયાઓ અને અન્ય પ્રાણીઓના ચિત્રો ઉપસી આવે છે - જાણે કે કોઈ દૈવીય હસ્તાક્ષર. કયો અલૌકિક સંદેશ? 

આ અદ્રશ્ય કલાકારો આપણા માટે મૂકી ગયા છે? આ નિશાનીઓ કોને મેસેજ આપવા માટે બનાવાઈ હતી? આપણે આ ભૂમિતિક ચિત્રલિપિઓને વાંચી શકીએ છીએ ખરા? આપણા પૂર્વજોની આ અદ્ભુત કલાકૃતિઓની ગાથા આપણને ભૂતકાળના અંધારે ડૂબેલા ગલિયારામાં લઈ જાય છે,જ્યાં જવાબોની દરેક પરત સાથે નવા રહસ્યો ખૂલતા જાય છે... આજે, નવી ટેકનોલોજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, આ પ્રાચીન કોયડા તરફ પ્રકાશ ફેંકી રહી છે. તાજેતરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા ૩૦૦થી વધુ નવી ભૂસ્તરલિપિઓ ઉકેલાઈ છે. જેને લોકો જીઓગ્લિફ તરીકે ઓળખે છે. જોકે જેમ જેમ સંશોધન આગળ વધતું જાય છે,તેમ તેમ નવા પ્રશ્નો પણ ઊભા થતા હોય છે.

પેરુના રણમાં છૂપાયેલો સંદેશ

એક સદી કરતાં વધુ સમયથી, પેરુના લીમાના દક્ષિણમાં મેદાનોમાં બનાવેલા વિશાળ પેટર્ન અને ચિત્રોએ પુરાતત્વવિદોને આશ્ચર્યમાં નાખી દીધા છે. ૨૦૦ બીસી અને ૬૫૦ એડી વચ્ચે રહેતા નાઝ્કા લોકોના નામ પરથી તેને 'નાઝ્કા રેખાઓ - નાઝ્કા લાઈન્સ' નામ આપવામાં આવ્યું છે. શુષ્ક જમીનને તેમના કેનવાસ તરીકે રાખીને, પ્રાચીન પેરુવિયનો પ્રજાએ ખૂબ જ વિશાળ સ્કેલ પર કામ કર્યું હતું. જેમાંની ઘણી ડિઝાઇન ફક્ત આકાશમાંથી જ સંપૂર્ણ રીતે જોઈ શકાય છે. વિડંબના એ છે કે 'જીઓગ્લિફ ચિત્રો તૈયાર કરવા પાછળ કલાકારોનો દ્રષ્ટિકોણ શું હતો એ સંપૂર્ણપણે જાણી શક્યું નથી. 

લોંગ આઇલેન્ડ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર, પોલ કોસોકે ૧૯૫૯માં લખ્યું 'ભૂસ્તરલિપિઓ' (જીઓગ્લિફ જેનો  અર્થ 'પૃથ્વીના નિશાન' થાય છે) ઓછામાં ઓછા ૪૫૦ કિમી રણને આવરી લે છે, જેમાં ઘણા લોકો,પ્રાણીઓ,છોડ અને સાધનો દર્શાવે છે. ૧૯૪૦ના દાયકાથી નાઝકા રેખાઓના આ 'અલંકારિક જીઓગ્લિફ' ઉદાહરણોમાંથી ૪૩૦ જમીન અને હવાઈ સર્વેક્ષણો દ્વારા શોધવામાં આવ્યા છે. 

નાઝકા રેખાઓની વાર્તા એવી છે, જે માનવ ટેકનોલોજીના ત્રણ અલગ અલગ કાલખંડમાં પ્રગટ થાય છે. પ્રથમ કાલખંડમાં તેમણે સુંદર કાપડ અને સિરામિક્સના નમુનાઓ પણ બનાવ્યા હતા. ભૂમિ રેખાઓ બનાવી હતી. તેઓએ સર્પાકાર,તારા અને ટ્રેપેઝોઇડ્સ દોર્યા હતા. આ ઉપરાંત તેમણે પક્ષીઓ,વાંદરાઓ અને માનવ બલિદાનના દ્રશ્યોનું ચિત્રણ કર્યું હતું. 

આ પ્રકારના ભૂમિ ચિત્રો જમીન સ્તર ઉપરના ૩૦-૪૦ સેમી (આશરે ૧-૧.૫ ફૂટ) ભૂરા રંગની ધૂળ અને કાંકરા દૂર કરીને બનાવવામાં આવ્યા હતા. જ્યાં નીચેના ભાગમાં હળવા રંગની માટી અને ચૂનો દેખાય છે. નાઝકા લોકોએ પ્રાચીન સાધનો અને માપનના એકમોનો ઉપયોગ કરીને તેમની ડિઝાઇનનું કાળજીપૂર્વક આયોજન અને માપન કર્યું હતું. જ્યારે નાઝકા સમાજનું પતન થયું, ત્યારે તેમણે તૈયાર કરેલા ઘણા ચિત્રો શુષ્ક વાતાવરણ અને જીપ્સમ ધરાવતી માટીની થોડી ચીકણીતાને કારણે સમયની કસોટી પર સચવાઈ રહ્યા છે અને પ્રાચીન કલાકૃતિના નમૂનાઓ તરીકે ખરા ઉતર્યા છે. 

AIનો ઉપયોગ 

જોકે હવે વિજ્ઞાાન અને ટેકનોલોજીના ત્રીજા કાલખંડમાં AI અને મશીન લર્નિંગની શક્તિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે પુરાતત્વવિદોને વિશાળ સ્કેલ પર શોધ અને સંશોધન કરવા સક્ષમ બનાવે છે. ૨૦૧૮માં શરૂ કરીને, સકાઈ અને તેમની ટીમે રણના ૨૭ કિ.મી. (૧૦ માઇલ) વિસ્તારમાં પર ઓટોમેટીક ટેકનીક - સ્વચાલિત તકનીકોનું પરીક્ષણ કર્યું હતું. જેના દ્વારા ચાર નવા ભૂસ્તરીય ચિત્રો શોધી કાઢયા હતા. 

સપ્ટેમ્બર ૨૦૨૪માં જાહેર કરાયેલી સંશોધનની વિગતો દર્શાવે છે કે તાજેતરનો પ્રવાહ, સમગ્ર નાઝકા પ્રદેશમાં ભૂસ્તરીય ચિત્રો શોધવા નવી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. જેમાં AIનો ઉપયોગ કરીને, પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું અને તેના તારણરૂપે ૧૭૮ ચિત્રલિપિઓ (જીઓગ્લિફ)ની આગાહી કરવામાં આવી હતી. જેના કારણે જમીન પર અન્ય ૬૬ ચિત્રલિપિઓ (જીઓગ્લિફ) શોધવામાં સફળતા મળી છે. વિજ્ઞાાનીઓની ટીમે, ડ્રોઇંગથી ફોટોગ્રામેટ્રી તરફ આગળ વધવાનું શરૂ કર્યું હતું. હવે તેઓ રિમોટ સેન્સિંગ ડેટા અને મશીન લર્નિંગ સાથે કામ કરી રહ્યા છે. 

AI સિસ્ટમ ફક્ત જીઓગ્લિફના દેખાવ દ્વારા જ નહીં, પણ લેન્ડસ્કેપમાં અન્ય સુવિધાઓનો સંદર્ભ લઈને, જીઓગ્લિફ ક્યાં હોઈ શકે? તે પણ ઓળખી બતાવે છે. કેટલાક વિજ્ઞાાનીઓ અનુમાન કરે છે કે 'ખુલ્લા રણમાં વિશાળ ભૂમિચિત્રો શોધવાનું કામ,જંગલો અને ટેકરી નીચે દફન થયેલ કિલ્લાઓ શોધવા કરતાં સરળ હોઈ શકે છે. ૨૦૨૩માં સંયુક્ત આરબ અમીરાત (UAE))ની એક ટીમે દુબઈના સારુક અલ હદીદ (લોખંડની ખીણ)માં પુરાતત્વીય અવશેષો શોધવા માટે સેટેલાઇટ ડેટા સાથે છૈંનું પરીક્ષણ કર્યું હતું. 

આ સ્થળ ૧૨૭૦-૮૦૦ બીસી વચ્ચે માનવ વસાહતોનું કેન્દ્ર હતું. જે કલાકૃતિઓથી ભરપૂર હતું. વિજ્ઞાાનીઓને આ વિસ્તારમાં સંશોધન કરવા માટે, આધુનિક ટેકનોલોજી ઉપયોગી બની શકે છે. ગરમી અને ઉચ્ચ રેતીના ટેકરાઓ વચ્ચે ભટકીને સંશોધકોને હેરાન પરેશાન થવું પડતું નથી. આ કાર્ય સેટેલાઈટ ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરી આપે છે. જેના પરિણામો મળ્યા બાદ, ચોક્કસ સ્થળ ખોદકામ કરીને પ્રાચીન બાંધકામ કે નમૂનાઓ મેળવી શકાય છે. 

ખગોળીય કેલેન્ડર?

૨૦મી સદીમાં માનવીએ આકાશમાં ઉડાન ભરવામાં નિપુણતા મેળવી લીધી. આ સમયગાળામાં ખૂબ જ ઊંચાઈએથી ભૂસ્તરીય ચિત્રલિપિઓ ખૂબ જ સુંદર રીતે જોઈ શકાતા હતા. હવાઈ સર્વેક્ષણમાં નાઝકા રેખાઓનું સાચું કદ અને જટિલતા પ્રગટ થાય છે. વિજ્ઞાાનીઓ કહે છે કે 'ભૂસ્તરીય ચિત્રલિપિઓ (જીઓગ્લિફ), એક વિશાળ ખગોળીય કેલેન્ડરનો ભાગ હોવાનું અનુમાન કરવામાં આવ્યો છે. કેટલીક ચિત્ર લિપિઓમાં મહત્વપૂર્ણ તારાઓ અથવા અયનકાળ પર સૂર્યોદયની નોંધ લેવામાં આવી છે. જ્યારે કેટલાક અન્ય વિજ્ઞાાનીઓએ દલીલ કરી છે કે 'ચિત્રલિપિઓ, પાણી,ધાર્મિક માર્ગો અથવા નાઝકાના દેવતાઓ (અથવા એલિયન સંપર્ક માટે) માટે  સંકેતો હતા.  

જોકે, હવે, પુરાતત્વવિદો આ પ્રાચીન કોયડાને ઉકેલવામાં, કોમ્પ્યુટર મશીનો તરફ વળ્યા છે. યુરોપિયન અને જાપાની સંશોધકોએ કૃત્રિમ બુદ્ધિ (AI))નો ઉપયોગ કરીને, હવાઈ છબી દ્વારા વિશાળ ક્ષેત્રમાં ભૂસ્તરલિપિઓ શોધવાનું શરૂ કર્યું છે. પ્રોફેસર મસાટો સકાઈ એક પુરાતત્વ નિષ્ણાત છે. જે પેરુમાં યામાગાતા યુનિવર્સિટીના ઇન્સ્ટિટયૂટ ઓફ નાઝકા માટે કામ કરે છે. તેમનું કાર્ય પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ, સેકેઈ-કાકોઉ અને જર્નલ ઓફ આર્કિયોલોજિકલ સાયન્સમાં પ્રકાશિત થયેલ છે. પ્રોફેસર માસાટો સકાઈ લખે છે કે 'તેમની ટીમને કૃત્રિમ બુદ્ધિ (AI))નો ઉપયોગ કરીને ૩૦૩ વધુ અલંકારિક ભૂસ્તરીય ચિત્રલિપિઓ (જીઓગ્લિફ) શોધવામાં માત્ર છ મહિના લાગ્યા હતા. 

જે અગાઉના કુલ આંકડા કરતા લગભગ બમણી છે. પરંતુ પેરુવિયન રણ એકમાત્ર એવી જગ્યા નથી, જ્યાં એઆઈ આપણા પૂર્વજો દ્વારા છોડી દેવાયેલી કલાકૃતિઓ શોધવા અને તેનું અર્થઘટન કરવામાં મદદ કરી રહ્યું છે. તે પહેલાથી જ દફન ટેકરાથી લઈને જહાજના ભંગાર સુધીના તમામ પ્રકારના ઐતિહાસિક અવશેષોને ઓળખવાનું કામ હાલમાં કૃત્રિમ બુદ્ધિ (AI))નો ઉપયોગ કરીને થઈ રહ્યું છે. જેનું મુખ્ય કારણ એ છે કે AI મોટી માત્રામાં ડેટાને કાર્યક્ષમ રીતે પ્રોસેસ- પ્રક્રિયા કરવામાં, અને તેના ઉપરથી તારણો કાઢવામાં શ્રેષ્ઠ છે. જેના કારણે પુરાતત્વ વિજ્ઞાાનમાં તેનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. 

કાળા ખડકોનું રહસ્ય

ડૉ. ડાયના ફ્રાન્સિસ યુએઈની ખલીફા યુનિવર્સિટીમાં રિમોટ સેન્સિંગ નિષ્ણાત અને પૃથ્વી વિજ્ઞાાનના સહાયક પ્રોફેસર છે. તેમનું કાર્ય જીઓસાયન્સ, સાયન્સ એડવાન્સિસ અને વાતાવરણીય સંશોધનમાં પ્રકાશિત થયું છે. ડૉ. ડાયના ફ્રાન્સિસ કહે છે, 'અમારી પદ્ધતિ દરેક જગ્યાએ શોધ કરવાને બદલે, સઘન પ્રયાસોને ક્યાં કેન્દ્રિત કરવા? તે અંગે સીધો સંકેત આપે છે, 'ખલીફા યુનિવર્સિટીના ડૉ. ડાયના ફ્રાન્સિસ કહે છે. અન્યત્ર, છૈં પુરાતત્વવિદોને એવા પ્રદેશોનો દૂરસ્થ અભ્યાસ કરવામાં મદદ કરી શકે છે, જ્યાં ફિલ્ડવર્ક પરમિટ મેળવવામાં અવરોધ આવે છે. 
AI મોડેલો દરેક વખતે સાચું અનુમાન અને આગાહી કરે તેવું બનતું નથી. 

ડૉ. એલેક્ઝાન્ડ્રા કરામિટ્રો AI અને પુરાતત્વ નિષ્ણાત અને સાઉથમ્પ્ટન યુનિવર્સિટીમાં લેક્ચરર છે. તેમના લેખ સાયન્ટિફિક કલ્ચર, રિમોટ સેન્સિંગ અને જર્નલ ઓફ જીઓફિઝિકલ રિસર્ચમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. કરામિટ્રો એક સામાન્ય હેતુ માટે અનોખું અલ્ગોરિધમ્સ વિકસાવી રહ્યા છે, જે Google Earth દ્વારા લેવામાં આવેલ છબીઓમાં પુરાતત્વીય સંશોધન માટેના યોગ્ય સ્થળો આસાનીથી શોધી કાઢે છે. 

તેમનું અલ્ગોરિધમ્સ સેટેલાઇટ છબીમાં 'બ્લેક રીફ્સ'ના પ્રદૂષણ બરાબર ઓળખી કાઢે છે. સમય જતાં આ પ્રકારના પ્રદૂષણના ફેલાવાને ટ્રેક કરી શકે છે. આજની તારીખે વૈશ્વિક સ્તરે, વિશ્વભરમાં અંદાજે બે કરોડ ૭૦ લાખ જહાજનાં ભંગારનું ઠેકાણું અનિશ્ચિત છે. કરામિટ્રોનું કાર્ય સૂચવે છે કે 'વેરવિખેર પડેલ જહાજ નો ભંગાર, તેમના સ્થાન, તેમના દ્વારા થતું પ્રદૂષણ વગેરેને તેમની વિકસાવેલી AI ટેકનીક વડે નિર્ધારિત કરી શકાય છે. 

અલબત્ત, AIનો સૌથી મોટો ફાયદો તેની ગતિ છે, જે ખૂબ મોડું થાય તે પહેલાં વધુ પુરાતત્વીય ખજાના શોધવામાં અને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે. નવા નાઝકા જીઓગ્લિફ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ૧,૦૦૦ સૂચનો મળ્યા છે, જેને વિજ્ઞાાનીઓ હજી ચકાસી શક્યા નથી. વિજ્ઞાાનીઓ કહે છે કે 'નાઝકા લાઇન્સના જીઓગ્લિફને બચાવવા માંગતા હોય તો, આ ક્ષેત્રમાં સંશોધન અને બચાવની પ્રક્રિયાની ગતિ વધારવી પડશે.

- કે.આર.ચૌધરી

 

Related News

Icon