
- શોધ સંશોધન
- મેઘાલયના દમાલગીરિમાં 60 મિલિઅન વર્ષો પહેલાંના અવશેષોમાં કેરી પણ દેખાય છે. 700 બીસીઈમાં ઉપનિષદમાં કેરી માટે આમ્ર શબ્દ વપરાયો હતો
શું પોર્ટુગીઝો કેરળથી કેરીને ઊઠાવી યુરોપ લઈ ગયા હતા? દરિયાઈ ચાંચીયાઓ ભારતીય કેરીને બ્રાઝિલ લઈ ગયા હતા ? આ પ્રશ્નોના ઉત્તર આપણે જાણીશું કેરીની મહેકતી આ મોસમમાં...
ભારતમાં ૩૦૦થી વધુ જાતની કેરીની વેરાઈટી મળે છે. આપણી સૌથી પ્રિય કેરીમાં આફૂસ અને કેસરનું નામ આવે છે. ત્યાર પછી રાજાપુરી, મલગોબો, લંગડો, દશેરી વગેરે આવે છે.દક્ષિણ ભારતમાં કેરીની એટલી બધી વેરાઈટી થાય છે કે નામ સાંભળો તો નવાઈ લાગે. ગુજરાતમાં કેરીની સીઝન આફૂસથી શરૂ થાય છે જે રત્નાગીરીથી આવે છે. ત્યારબાદ ગીરની કેસર આવે છે. મે માસના અંતમાં દક્ષિણ ગુજરાતની આફૂસ શરૂ થાય છે. આ સાથે કચ્છની કેસર શરૂ થાય છે.
કેરીનો ઈતિહાસ વર્ષો પુરાણો છે વૈજ્ઞાાનિક અવશેષોની ગણત્રી પ્રમાણે ૨૫-૩૦ મિલિઅન વર્ષો પહેલા કેરીનો જન્મ નોર્થ ઈસ્ટ ઇન્ડિઆ, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં થયો હતો. ત્યારબાદ કેરીનો પાક દક્ષિણ ભારત તરફ આગળ વધ્યો હતો.
ચોથી-પાંચમી સદીમાં ભારતીય બુધ્ધિસ્ટ મોન્ક્સ વડે ભારતીય કેરીની સફર દક્ષિણ-પૂર્વ એશિયામાં શરૂ થઈ હતી. આલ્ફન્ઝો આલ્બ્યુકર્ક નામના એક મિલિટન્ટે આફૂસની વેરાઈટી તૈયાર કરી હતી એટલે આફૂસને આલ્ફન્સો પણ કહેવાય છે.
મેઘાલયના દમાલગીરિમાં ૬૦ મિલિઅન વર્ષો પહેલાંના અવશેષોમાં કેરી પણ દેખાય છે. ૭૦૦ બીસીઈમાં ઉપનિષદમાં કેરી માટે આમ્ર શબ્દ વપરાયો હતો. શાહજહાં અને જહાંગીર ''આમ્ર પન્ના'' માણતા. સાતમી સદીમાં બુધિસ્ટોએ કેરીને ચીન પહોંચાડી હતી. ૧૪૯૮ પોર્ટુગીઝ વેપારીઓ કેરીને યુરોપ લઈ ગયા હતા. ભારતના વહાણોને દરિયાઈ ચાંચિયાઓએ લૂંટયા હતા અને બ્રાઝિલ લઈ ગયા હતા.
યુ.પી.નું મલિહાબાદ દશેરીનું સૌથી મોટું બજાર છે. દશેરીનું મૂળ વૃક્ષ ૨૦૦ વર્ષ જૂનું છે. આ વૃક્ષ પર (એક વર્ષ છોડીને) ઓલ્ટરનેટ વર્ષે કેરી આવે છે.મલિહાબાદની દશેરી કેરીને ૨૦૦૯માં જી.આઈ. ટેગ મળ્યો હતો. ટેગ મળવાથી કેરીનો ભાવ સારો આવે છે અને બીજી જગાના ખેડૂતો તેનું માર્કેટિંગ કરી શકતા નથી.