Home / India : Government increases LPG gas cylinder price

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, જાણો શું છે નવા દરો

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, જાણો શું છે નવા દરો

નવા નાણાકીય વર્ષમાં મોંઘવારી બેકાબુ બની શકે તેવા એંધાણ વચ્ચે તેની અસરો દેખાવા માંડી છે. સામાન્ય માણસ મોંઘવારીના મારથી ખૂબ જ પ્રભાવિત થયો છે. મોદી સરકારે નવા નાણાકીય વર્ષમાં LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવવધારો ઉજ્જવલા ગેસ સિલિન્ડર ઉપર પણ લાગુ થશે. પહેલા ઉજ્જવલા ગેસ સિલિન્ડર ૫૦૩ રૂપિયામાં મળતો હતો, જે હવે ૫૫૩ રૂપિયામાં મળશે. જ્યારે સામાન્ય LPG સિલિન્ડરની કિંમત ૮૦૩ રૂપિયાને બદલે ૮૫૩ રૂપિયા થઈ ગઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે મોદી સરકારે પેટ્રોલ ડીઝલ ઉપર 2 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારી દીધી છે. એવામાં મિડલ ક્લાસને આજે મોંઘવારી વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારના પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં બે રૂપિયાના વધારાનો અમલ 8 એપ્રિલથી લાગુ થઈ જશે.  

હાલમાં, સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર ૧૯.૯૦ રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર ૧૫.૮૦ રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરી રહી છે. આ વધારા પછી પેટ્રોલ પર પ્રતિ લિટર 21.90 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 17.80 રૂપિયા ડ્યુટી લાગુ પડશે. 

Related News

Icon