
અમદાવાદમાં 12મી જૂને લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન મંગળવારે (17મી જૂન) અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરી છે. આ ફ્લાઈટ બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન જવા માટે ટેક-ઓફ થવાની હતી. આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતાં.
ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે કહ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. નંબર AI 171 ને બદલે, વિમાનને હવે નંબર AI 159 આપવામાં આવ્યો છે.
સવારથી જ ફ્લાઇટ મોડી પડી
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉડાન ભરવાની હતી. પણ સવારથી જ ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે આ ફ્લાઇટ કોઈ ખામીને કારણે રદ કરવામાં આવી છે.