મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં સર્પદંશના નામે 11.26 કરોડ રુપિયાની છેતરપિંડીનો કેસ ચર્ચામાં છે. આ કોંભાંડમાં 47 લોકોને કાગળો પર 279 વખત મરેલા બતાવીને સરકારી સહાયની રકમ હડપી લીધી હતી. તેમાથી એક મલારી ગામના 70 વર્ષીય કિસાન સંત કુમાર બધેક કે, જેમને કાગળ પર 19 વાર સાપે ડંખ મારવાના કારણે મૃત બતાવવામાં આવ્યા છે અને તેમના નામે 76 લાખ રુપિયા હડપી લેવામાં આવ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે, સંત કુમાર જીવિત અને સ્વસ્થ છે.

