Home / India : Mallikarjun Kharge raised questions on Operation Sindoor

મલ્લિકાર્જૂન ખડગેએ ઓપરેશન સિંદૂર પર ઉઠાવ્યા સવાલ, પીએમ મોદીને લીધા આડેહાથ

મલ્લિકાર્જૂન ખડગેએ ઓપરેશન સિંદૂર પર ઉઠાવ્યા સવાલ, પીએમ મોદીને લીધા આડેહાથ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM MODIને સવાલ કર્યો કે, જો તેમણે સુરક્ષા કારણોસર 17 એપ્રિલે કાશ્મીરની મુલાકાત રદ કરી હતી, તો પછી તેમણે પ્રવાસીઓને ત્યાં જવાની મંજૂરી કેમ આપી? તેમના જીવ જોખમમાં કેમ મૂક્યા? તેમણે ઓપરેશન સિંદૂરને એક નાનું યુદ્ધ ગણાવ્યું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, જ્યારે કર્નલ સોફિયા કુરેશીએ પોતાની વાત રાખી તો ભાજપના એક મંત્રીએ તેમનું અપમાન કર્યું. ભાજપના મંત્રીએ મહિલા અધિકારીને પાકિસ્તાની એજન્ટ કહ્યા. જે પછી કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ ભાજપના તે મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. જોકે, પ્રધાનમંત્રી દ્વારા અત્યાર સુધી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
 
ખડગેએ કહ્યું કે, ભારતીય સેનાનું અપમાન કરવાનો કોઈને પણ અધિકાર નથી. જે લોકો દેશને ગૌરવ અપાવે છે તેમનું અપમાન ન થઈ શકે. પહેલા ભાજપે પાર્ટીની અંદરના ગદ્દારોને બહાર કાઢવા જોઈએ અને પછી બીજાઓ પર ટિપ્પણી કરવી જોઈએ. 

ખડગેએ કહ્યું- વડાપ્રધાન મોદીને 17 એપ્રિલે કાશ્મીર જવાનું હતું પરંતુ તેમને ગુપ્તચર એજન્સી તરફથી ઇનપુટ મળ્યા કે, સુરક્ષામાં અરાજકતા થઈ શકે છે. તેથી તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો. આનો સ્પષ્ટ અર્થ એ છે કે PM મોદી પહેલાથી જ અરાજકતા વિશે વાકેફ હતા. જો તેમને આ વાત પહેલાથી ખબર હતી તો પોલીસ દ્વારા પ્રવાસીઓને આ માહિતી કેમ ન આપવામાં આવી? જો એમ કરવામાં આવ્યું હોત તો 26 લોકોના જીવ બચાવી શકાયા હોત.
 
તેમણે કહ્યું કે, પાકિસ્તાન એક નબળો દેશ છે. તે હંમેશા ભારતમાં અસ્થિરતા પેદા કરવા માંગે છે. આ માટે તે ચીનનો ઉપયોગ કરે છે. તે ચીનની મદદથી ભારત સામે લડવાનો પ્રયાસ કરે છે. પરંતુ ભારત આ ક્યારેય સહન કરશે નહીં. ભારતના લોકો આનો એક થઈને સામનો કરીને યોગ્ય જવાબ આપશે.

ખડગેએ કહ્યું કે મેં ઘણી વાર કહ્યું છે કે, અમે આ લડાઈમાં દેશની સાથે છીએ. કારણ કે દેશ પહેલા આવે છે. જોકે, આજે ભાજપ અને મોદી માટે દેશ પહેલા નહીં પણ મોદી પહેલા આવે છે.
 
ઓપરેશન સિંદૂર એક નાનું યુદ્ધ છે. આ ક્ષણે તેના પર પોઝ બટન દબાયેલું છે. જો પાકિસ્તાન ફરીથી આવું કરવાની હિંમત કરશે તો ભારતીય સેના ઓપરેશન સિંદૂર હેઠળ જવાબ આપશે.

ખડગેના નિવેદન પર કૈલાશ વિજયવર્ગીયે શું કહ્યું?

મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર ભાજપના નેતા અને મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાષ્ટ્ર પહેલા, રાજકારણ રાષ્ટ્રીય હિતથી ઉપર ન હોવું જોઈએ. ખડગે ખૂબ જ વરિષ્ઠ નેતા છે, પરંતુ તેમણે એ ભૂલવું ન જોઈએ કે 'રાષ્ટ્ર પ્રથમ' ની ભાવના દરેક વ્યક્તિમાં હોવી જોઈએ. હું ખડગે વિશે કોઈ વ્યક્તિગત ટિપ્પણી નહીં કરું, પરંતુ જ્યારે દેશની વાત આવે છે, ત્યારે કોઈપણ રાજકીય પક્ષે રાજકારણ ન કરવું જોઈએ. કમનસીબે કેટલાક લોકો એવા મુદ્દાઓ પર રાજકારણ કરી રહ્યા છે જે ન થવું જોઈએ.
 
વિજયવર્ગીયએ વધુમાં કહ્યું કે શરદ પવારે પોતે એક વખત કહ્યું હતું કે, જ્યારે નરસિંહરાવ વડાપ્રધાન હતા અને ભારતને જમ્મુ અને કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘન અંગે સંયુક્ત રાષ્ટ્ર તરફથી કડક સૂચના મળી હતી, ત્યારે સરકારે અટલ બિહારી વાજપેયીને ભારતનો પક્ષ રજૂ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં મોકલ્યા હતા. તે પ્રતિનિધિમંડળમાં શરદ પવારનો પણ સમાવેશ થતો હતો. આ ઉદાહરણ દર્શાવે છે કે બધા પક્ષો દેશના હિતમાં સાથે મળીને કામ કરી શકે છે. જ્યારે દેશની વાત આવે છે, ત્યારે રાજકારણથી ઉપર ઉઠવું જોઈએ. આજે દેશના લોકો મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીના નિવેદનોને સારી રીતે સમજી રહ્યા છે.

 

Related News

Icon