કાળજું કંપાવનારી અમદાવાદ વિમાન દુર્ઘટનાએ માનવજાતને હચમચાવી દીધી છે. હજારો સપનાઓને રાખ કરનારા આ હૃદયદ્રાવક ઘટનામાં કરૂણાંતિકા, કમનસીબી અને કઠોર કુદરતનો વજ્રઘાત એવો હતો કે, તળાજાના મહિલા તબીબનું મૃત્યુ થયા બાદ તેમના મૃતદેહની ઓળખ ગર્ભમાં ઉછરી રહેલા શિશુએ કરાવ્યો હતો. માતાની સાથે ગર્ભમાં રહેલો જીવ પણ કુદરતના કહેરથી બચી શક્યો ન હતો. જેથી અમદાવાદ સિવિલમાં ન્યુરોલોજીસ્ટ તરીકે સેવા આપતા તબીબ અને તેમના પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો.

