
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને કાર્યકરોને તૈયારી શરૂ કરી દેવા જણાવ્યું હતું. નીતિન પટેલે કહ્યું કે, ગમે ત્યારે ચૂંટણી પંચ કડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરે એટલે આપણે પ્રજા પાસે પક્ષ જે ઉમેદવાર નક્કી કરે તેના માટે વિધાનસભાના મત લેવા માટે જવું પડશે. મને વિશ્વાસ છે કે કડીની સીટ ભાજપનો ગઢ રહી છે એટલે આ ગઢ જાળવી રાખવા કોઇ નાની મોટી સમજ ના હોય, જુદી જુદી સમજ જ બુદ્ધિ વાપરશે તેવો મારો આગ્રહ છે પછી જડબુદ્ધિથી પકડ્યું એ પકડ્યું છોડ્યું નહીં તે મનમાં ના રાખતા.