
ભારતે ૭ મે ૨૦૨૫ ના રોજ પાકિસ્તાનમાં #OperationSindoor સફળ લશ્કરી હુમલો કર્યો. આ હુમલામાં ઘણા વોન્ટેડ અને ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા. આમાં પાકિસ્તાનના આતંકવાદી જડ સાથે જોડાયેલા ટોચના કમાન્ડરોનો સમાવેશ થાય છે. ભારતીય હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ભારતની આ કાર્યવાહીમાં લશ્કરના આતંકવાદી અબુ જુંદાલ અને જૈશના આતંકવાદી હાફિઝ મોહમ્મદ જમીલ માર્યા ગયા છે. આ ઉપરાંત, ભારતની કાર્યવાહીમાં જૈશના આતંકવાદી મસૂદ અઝહરનો બનેવી પણ મરાયો છે. ભારતે આતંકવાદીઓ એકએક આંતકીનો વીણીવીણીને ખાત્મો બોલાવ્યો છે. જૈશનો મોહમ્મદ યુસુફ અઝહર પણ માર્યો ગયો છે. IC-814 ના વોન્ટેડ પણ મરાયો છે.
https://twitter.com/PTI_News/status/1921117470074806405
1) મુદસ્સર ખદિયાન ખસ, (અબુ જુંદાલ) (લશ્કર-એ-તૈયબા)
2) હાફિઝ મુહમ્મદ જમીલ (જૈશ-એ-મોહમ્મદ)
3) મોહમ્મદ યુસુફ અઝહર (ઉસ્તાદ જી) (જૈશ-એ-મોહમ્મદ)
4) ખાલિદ (અબુ અકાશ) (લશ્કર-એ-તૈયબા)
5) મુહમ્મદ હસન ખાન (જૈશ-એ-મોહમ્મદ)