Ahmedabad Police: અમદાવાદ શહેર પોલીસ સામે પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કડક આદેશ અપાયો છે. જેમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI)એ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના પોલીસ મથકની હદમાં હાજર રહેવું પડશે. આ ઉપરાંત દરરોજ મુલાકાત અર્થે આવતા નાગરિકોને બપોરે 4થી 6 દરમિયાન મુલાકાત કરવી પડશે.

