
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પ્રવાસે સીવાન પહોંચ્યા છે. આ દરમિયાન PM મોદીએ 10 હજાર કરોડ રૂપિયા કરતા વધુની પરિયોજનાનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સહિત બિહાર કેબિનેટના તમામ મંત્રી અને નેતા આ પ્રસંગે હાજર રહ્યાં હતા. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન જંગલરાજને યાદ કરતા લાલુ યાદવ અને રાબડી દેવી પર પ્રહાર કર્યા હતા.
બિહારની મહત્ત્વની ભૂમિકા
પીએમ મોદીએ કહ્યું, 'તમે જાણો છો કો કાલે જ હું વિદેશથી પરત ફર્યો છું. આ પ્રવાસમાં મારી દુનિયાના મોટા મોટા સમૃદ્ધ દેશોના નેતાઓ સાથે વાત થઇ. તમામ નેતા ભારતની તેજ પ્રગતિથી ઘણા પ્રભાવિત છે. તે ભારતને દુનિયાની ત્રીજી મોટી આર્થિક મહાશક્તિ બનતા જોઇ રહ્યાં છે અને તેમાં બિહારની નિશ્ચિત રીતે મોટી ભૂમિકા થવાની છે. બિહાર સમૃદ્ધ બનશે અને દેશની સમૃદ્ધિમાં પણ મોટી ભૂમિકા નીભાવશે.'
https://twitter.com/ANI/status/1935970606262239713
PM મોદીના કોંગ્રેસ-RJD પર પ્રહાર
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ-RJD પર પ્રહાર કરતા કહ્યું કે, 'લાંબા સમયથી કોંગ્રેસના લાઇસન્સ રાજે દેશને ગરીબ રાખ્યા અને ગરીબને વધારે ગરીબીમાં ધકેલી દીધા.જ્યારે દરેક વસ્તુ માટે કોટા પરમીટ ફિક્સ હતું,નાના-નાના કામ કરવા માટે પરમીટ જોઇતું હતું કોંગ્રેસ-RJDના રાજમાં ગરીબને ઘર મળતું નહતું, રાશન વચેટિયા ખાઇ જતા હતા, સારવાર ગરીબની પહોંચથી દૂર હતું. વીજળી-પાણીનું એક કનેક્શન લગાવવા માટે સરકારી ઓફિસના ધક્કા ખાવા પડતા હતા. ગેસ કનેક્શન માટે સાંસદોની ભલામણ જોઇતી હતી, નોકરી લાંચ વગર-ભલામણ મળતી જ નહતી.'
https://twitter.com/ANI/status/1935974776604180749
બિહાર માટે હજુ ઘણુ કામ બાકી છે- PM મોદી
પંજા અને લાલટેને મળીને બિહારના સ્વાભિમાનને ઘણી ઠેસ પહોંચાડી છે. આ લોકોએ એવી લૂંટ કરી કે ગરીબી બિહારનું દુર્ભાગ્ય બની ગઇ. અનેક પડકારોને પાર કરતા નીતિશ કુમારના નેતૃત્ત્વમાં NDA સરકાર બિહારને વિકાસના પાટા પર પરત લાવી છે. હું બિહારવાસીઓને વિશ્વાસ અપાવવા આવ્યો છું કે, અમે ભલે ઘણુ કર્યું હોય, કરતા રહીશું આટલાથી શાંત થઇને ચુપ રહેનારો મોદી નથી.હવે ઘણું થઇ ગયું, ઘણુ કામ કરી લીધુ, મારે તો બિહાર માટે વધારે કામ કરવું છે, તમારા માટે કરવું છે.
https://twitter.com/ANI/status/1935972872033534043