
આજે રાજ્યમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ 340 શાળાઓમાં લેવામાં આવી રહી છે.
1.2 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યાઓ માટે લગભગ 1.2 લાખ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાની પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવા માટે 8 હજારથી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
CCTV કેમેરા દ્વારા લાઇવ મોનિટરિંગ
તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોમાં CCTV કેમેરા દ્વારા લાઇવ મોનિટરિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત, જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં લેવાયેલી શારીરિક કસોટી દરમિયાન એકત્ર કરાયેલા ઉમેદવારોના બાયોમેટ્રિક ડેટા અને ફોટોગ્રાફનું બંને પેપર પહેલાં વેરિફિકેશન કરવામાં આવ્યું છે, જેથી ગેરરીતિઓને અટકાવી શકાય.