જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોમાં એક નૌસેનાનો અધિકારી પણ સામેલ છે. લેફ્ટનન્ટ વિનય નરવાલના 6 દિવસ પહેલા જ હિમાંશી નરવાલ સાથે લગ્ન થયા હતા અને તે હનીમૂન માટે કાશ્મીર ગયા હતા. જોકે, તેમનો પ્લાન યુરોપ જવાનો હતો પરંતુ વીઝા ના મળવાને કારણે તેમને પ્લાન બદલવો પડ્યો હતો.આતંકીઓએ વિનયને હિમાંશી સામે જ ગોળી મારી હતી. લેફ્ટનન્ટ વિનય નરવાલનો મૃતદેહ દિલ્હી લાવવામાં આવ્યો છે. વિનય નરવાલના પત્નીએ તેમના પતિને શ્રદ્ધાંજલિ આપી હતી. વિનય નરવાલના પાર્થિવ દેહને દિલ્હીથી તેમના વતન હરિયાણાના કરનાલ લઇ જવામાં આવશે.

