Home / World : Satellite view of the devastation in Pakistan-Bahawalpur after Operation Sindoor

Operation Sindoor બાદ પાકિસ્તાનના બહાવલપુરની તબાહી, જોઈ લો બરબાદીનો સેટેલાઈટ નજારો  

Operation Sindoor બાદ પાકિસ્તાનના બહાવલપુરની તબાહી, જોઈ લો બરબાદીનો સેટેલાઈટ નજારો  

પહેલગામ હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી ઠેકાણાો પર સચોટ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મિશનને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું અને તે મંગળવારે રાત્રે 1:04 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી ચાલ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મેક્સાર ટેક્નોલોજી દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ Image દર્શાવે છે કે ભારતીય મિસાઇલ હુમલાથી પાકિસ્તાનના બહાવલપુરમાં જામિયા મસ્જિદ અને મુરીદકે શહેરને ભારે નુકસાન થયું છે. આ ફોટાઓ હુમલા પહેલા અને પછી થયેલા નુકસાનને દર્શાવે છે. 

આ હુમલાઓમાં સ્કેલ્પ ડીપ-સ્ટ્રાઈક ક્રુઝ મિસાઈલ, હેમર સ્માર્ટ વેપન સિસ્ટમ, ગાઈડેડ બોમ્બ કિટ્સ અને એક્સકેલિબર દારૂગોળો ફાયરિંગ કરતી M777 હોવિત્ઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્કેલ્પ મિસાઇલો રાફેલ ફાઇટર જેટના પાઇલટ્સને સુરક્ષિત અંતરેથી જમીન પર લક્ષ્યો પર હુમલો કરવા સક્ષમ બનાવે છે.
 

ઓપરેશન સિંદૂર પૂર્ણ કર્યાના લગભગ 15 મિનિટ પછી સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, આ હુમલામાં કોઈપણ પાકિસ્તાની લશ્કરી છાવણીઓને નિશાન બનાવી નથી. ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પ્રેસને માહિતી આપતા કહ્યું કે પહેલગામમાં  નિર્દયતાપૂર્વક નિર્દોષ પ્રવાસીઓની હત્યા બાદ આ કાર્યવાહી કરાઈ છે. છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાનમાં આતંકવાદીઓનું નિર્માણ થયું છે. હુમલા પછી પણ આ વાત પ્રકાશમાં આવી છે. અમે વિશ્વસનીય માહિતી અને ગુપ્ત માહિતીના આધારે આ લક્ષ્યો પસંદ કર્યા. ઓપરેશન દરમિયાન અમે ખાતરી કરી કે નિર્દોષ લોકો અને સિવિલિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કોઈ નુકસાન ન થાય.

ભારતીય હુમલામાં જૈશ-એ-મોહમ્મદના ચાર ઠેકાણા - મરકઝ સુભાન અલ્લાહ (બહાવલપુર), સરજાલ (તેહરા કલાં), મરકઝ અબ્બાસ (કોટલી) અને સૈયદના બિલાલ કેમ્પ (મુઝફ્ફરાબાદ) નાશ પામ્યા હતા. લશ્કર-એ-તૈયબાના ત્રણ ઠેકાણા - મરકઝ તૈયબા (મુરીદકે), મરકઝ અહલે હદીસ (બરનાલા, ભીંબર), અને શવાઈ નાલા કેમ્પ (મુઝફ્ફરાબાદ)નો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, હિઝબુલ મુજાહિદ્દીનના બે ઠેકાણા, મહમૂના ઝોયા (સિયાલકોટ) અને મસ્કર રાહિલ શાહિદ (કોટલી) ને નિશાન બનાવીને નાશ કરવામાં આવ્યો.

Related News

Icon