Home / India : Uttar Pradesh ATS arrests Pakistani spy from Delhi, accused was working as a scrap dealer

ઉત્તર પ્રદેશ ATSએ દિલ્હીમાંથી પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ, આરોપી ભંગારનું કામ કરતો હતો

ઉત્તર પ્રદેશ ATSએ દિલ્હીમાંથી પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ, આરોપી ભંગારનું કામ કરતો હતો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ દેશમાંથી એક પછી એક અનેક પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં ઉત્તર પ્રદેશની એટીએસ ટીમે પાકિસ્તાન માટે જાસૂસ કરતા વધુ એક યુવકની દિલ્હીથી ધરપકડ કરી છે. યુપી એટીએસની ટીમે દિલ્હીના સલીમપુર વિસ્તારમાંથી હારૂન નામના વ્યક્તિને પકડ્યો છે. હારુન પાકિસ્તાની હાઈ કમિશનના કર્મચારીના સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થયો છે. જાસૂસીનું નેટવર્ક હરિયાણા-પંજાબ બાદ હવે ઉત્તર પ્રદેશ-દિલ્હી સુધી પહોંચી ગયું હોય, તેમ અત્યાર સુધીમાં કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભંગારનું કામ કરતા હારુનની બે પત્ની, ઘણી વખત પાકિસ્તાન ગયો

દિલ્હી ઝડપાયેલો હારૂન પાકિસ્તાની દૂતાવાસમાં કામ કરતા મુજમ્મિલ હુસૈનના સંપર્કમાં હોવાની લિંક સામે આવ્યા બાદ યુપીએ એટીએસએ તેની ધરપકડ કરી છે. હારૂન ભંગારનું કામ કરતો હોવાનો, તેને બે પત્ની હોવાનો અને તેણે પાકિસ્તાનમાં રહેતી તેની કાકીની પુત્રી સાથે બીજા લગ્ન કરેલા હોવાનો ખુલાસો થયો છે. તેના પરિવારે કહ્યું કે, હારુન ઘણી વખત પાકિસ્તાન જતો હતો, તે છેલ્લે પાંચમી એપ્રિલે પાકિસ્તાન ગયો હતો અને 20 દિવસ બાદ એટલે કે 25 એપ્રિલે પરત આવ્યો છો, ત્યારે સવાલ એ થાય છે કે, તેનો પાકિસ્તાની હાઈકમિશનના કર્મચારીઓ સાથે સંપર્ક કેવી રીતે થયો, શું તેની પાસેથી જાસૂસીનું કામ કરાવાતું હતું? હારૂનની લિંક પાકિસ્તાન હાઈકમિશનમાં કામ કરાત દાનિશ સાથે પણ જોડાયા હોવાનું સામે આવ્યું છે. 

જ્યોતિની જેમ હારૂન પણ દાનિશના સંપર્કમાં

અગાઉ જાસૂસીના કથિત આરોપમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને કસ્ટડીમાં લેવાઈ હતી. તેણી પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હોવાની તેમજ પાકિસ્તાનને ભારતીય સેનાના ગતિવિધિઓની માહિતી મોકલતી હોવાની વિગતો સામે આવી હતી. બીજીતરફ હિસાર પોલીસે તેણીના મોબાઈલ, લેપટોપ સહિતના ગેઝેટો હજુ સુધી તપાસ હેઠળ હોવાનો તેમજ તે પાકિસ્તાની નેટવર્કમાં સપડાઈ હોવાની દાવો કર્યો હતો. હિસાર પોલીસનું કહેવું છે કે, ‘હાલ જ્યોતિની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. તેની સામે ચાલી રહેલી તપાસ દરમિયાન અનેક અર્થવગરના અહેવાલો ચાલી રહ્યા છે, જેના કારણે કેસની તપાસને અસર પડી રહી છે.’

અત્યાર સુધીમાં આ રાજ્યોમાંથી કુલ 14ની ધરપકડ

અત્યાર સુધીમાં સૌથી વધુ પંજાબમાંથી સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારબાદ હરિયાણામાંથી પાંચને દબોચવામાં આવ્યા છે, જેમાં યૂટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સામેલ છે. આ ઉપરાંત યુપી એટીએસે બે લોકોની ધરપકડ કરી છે.

Related News

Icon