Panchmahal News: દાહોદ બાદ હવે પંચમહાલમાં પણ મનરેગા યોજનામાં મોટાપાયે ભષ્ટ્રાચાર થયો હોવાનું સામે આવ્યું છે. પંચમહાલમાં મનરેગા યોજનામાં મોટાપાયે ભષ્ટ્રાચાર થયો હોવાને લઈને તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દાહોદ જીલ્લામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

