
Panchmahal news: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સાડી સમડી ગામમાં આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં લગ્નમાં નકલી દાગીના આપ્યા હોવાની જાણ થતાં 22 વર્ષીય પરિણીતાએ કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના બે દિવસ પહેલા જ લગ્ન થયા હતા.
મળતી માહિતી અનુસાર, 10 મેના રોજ સાડી સમડી ગામની યુવતીના લગ્ન પાલીખંડા ગામે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્નમાં સોનાનું લોકેટ અને ચેઇન આપવામાં આવી હતી. જો કે, તે ચેક કરાવતા આ દાગીના નકલી હોવાનું સામે આવ્યું હતું. જેનું મનમાં લાગી આવતા પરિણીતાએ વરિયાલ ગામના ખેતરના કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ મમાલે પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોસીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.