
પંચમહાલ જિલ્લાના જાણીતા શક્તિપીઠ એવા યાત્રાધામ પાવાગઢ નજીક મંજૂરી વગર બેફામ ધમધમતા વોટર પાર્ક સામે તંત્રએ પગલાં લઈને બંધ કરાવી દીધો હતો. ડીસામાં ફટાકડા ફેકટરીની ઘટના બાદ તંત્રએ લાયસન્સ વગર ચાલતા ગેમઝોન, વોટર પાર્ક, ફટાકડાં ફેકટરી કે દુકાનો સામે આકરી કાર્યવાહી આરંભી છે. હાલોલ મામલતદારે વોટર પાર્કના સંચાલકો પાસે વોટર પાર્કની મંજૂરી અંગેના જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા. પરંતુ સંચાલકો રજૂ કરી શક્યા નહોતા.