VIDEO: અમદાવાદ શહેરમાં ગત મહિને 12મી જૂને 1.38 વાગ્યે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા તેમાં રહેલા પ્રવાસીઓ, ક્રૂ સભ્યો સહિત જે સ્થળે તૂટયું ત્યાં પણ ખાનાખરાબી સર્જી હતી. આ વિમાન હોનારતને લઈ એક પર્યાવરણ પ્રેમીએ એવો દાવો કર્યો છે કે, ફલાઈટમાં કોઈ ખામી નહોતી. ખામીને લીધે પ્લેન ક્રેશ નહોતું થયું પરંતુ બ્રહ્માંડનો સમગ્ર દુનિયાને મેસેજ છે. આ દુર્ઘટના થકી બ્રહ્માંડનો સમગ્ર વિશ્વને મેસેજ કે પર્યાવરણને બચાવો.
પર્યાવરણને બચાવશો તો સૌ કોઈ સુરક્ષિત રહેશે. 12 જૂન 2025 એ બનેલી પ્લેન ક્રેશની ઘટનાનો ડિકોડ આંક (1+2 =3 , જૂન =6 , 2+0+2+5 = 9) 3-6-9,પ્લેન દુર્ઘટનામાં 1 ગીતા મળી, 1 મુસાફરનો જીવ બચ્યો અને 1 યુવતી ફ્લાઇટ મિસ કરતા બચી ગઈ આમ આ 3 ઘટનાનું ડીકોડ પણ 1+1+1 = 3 થાય છે. પ્લેન ક્રેશ થયું એનો નંબર AI 171 (1+7+1) નું ડીકોડ પણ 9 થાય છે,1:38 કલાકે આ દુર્ઘટના બની જેને ડીકોડ અંક પણ 3 છે. આમ આ દુર્ઘટના સાથે જોડાયેલા તમામ અંક ને ડીકોડ કરતા 3-6-9 થાય છે. 3-6-9 નંબર એ બ્લ્યુ પ્રિન્ટ ઓફ ગોડનો નંબર છે. જેથી બ્રહ્માંડના મેસેજને સમજી આપણે પર્યાવરણ બચાવવું જરૂરી છે.