
આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ચોથા દિવસે, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ. જોકે, થોડા કલાકો પછી પાકિસ્તાને ફરી હિંમત બતાવી અને સરહદ પર ઘણી જગ્યાએથી ગોળીબારના અહેવાલો આવ્યા. ભારતીય સશસ્ત્ર દળોએ યોગ્ય જવાબ આપ્યો. છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ કરારનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં લગભગ 10 ડ્રોન જોવા મળ્યા છે. રાજસ્થાના બાડમેરમાં સંપૂર્ણ અંધારપટ વચ્ચે સાવચેતીના સાયરન સંભળાઈ રહ્યા છે.
https://twitter.com/ANI/status/1921585890738012186
બાડમેરમાં ડ્રોન દેખાયા, બ્લેકઆઉટ થયું
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ડ્રોન દેખાતા જિલ્લા વહીવટીતંત્રે એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા જારી કરાયેલા સંદેશમાં નાગરિકોને તેમના ઘરોમાં રહેવા અને બ્લેકઆઉટ એટલે કે લાઇટ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. સુરક્ષાના સાવચેતીના પગલા તરીકે આ પગલું લેવામાં આવ્યું છે.
https://twitter.com/BarmerDm/status/1921586171169096130
આજે(11 મે) ભારતની ત્રણેય સેનાના DGMO, DGAO, DGNOએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
ભારતની ત્રણેય સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ
ભારત દ્વારા હાલમાં કરાયેલા ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન સાથે તણાવને લઈને એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, ભારતીય વાયુસેનાના ડાયરેક્ટર જનરલ એર ઓપરેશન્સ (DG Air Ops) એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને ભારતીય નૌકાદળના ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ (DGNO) વાઇસ એડમિરલ એએન પ્રમોદનો સામેલ હતા. પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં શિવતાંડવની ધૂન સંભળાઈ હતી.
અમે 100 આતંકવાદીઓને ઠાર માર્યા: DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ
ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય માત્ર આતંકવાદીઓનો ખાતમો કરવાનો હતો. અમે 100 આતંકવાદીઓને ખતમ કર્યા. સાથે જ આતંકવાદી ઠેકાણાઓના પૂરાવા બતાવ્યા. સેનાએ આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો. મુદસ્સર ખાર, હાફિઝ જમીલ અને યૂસુફ અઝહર જેવા ત્રણ મોટા આતંકવાદીઓને ઠાર કર્યા.'
LoC પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું: DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ
ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે, 'અમારા હુમલામાં 100થી વધુ આતંકવાદી ઠાર મરાયા, જેમાં યૂસુફ અઝહર, અબ્દુલ મલિક રઊફ અને મુદસ્સિર અહમદ જેવા હાઈ વેલ્યૂ ટાર્ગેટ સામેલ છે. આ આતંકવાદી IC 814 હાઈઝેક અને પુલવામા જેવા હુમલાથી જોડાયેલા હતા. LoC પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને તેના તરફથી નાગરિક વિસ્તારો જેવા કે ગુરૂદ્વારાને પણ નિશાન બનાવવામાં આવ્યા.'
મુદસ્સર ખાર, હાફિઝ જમીલ અને યૂસુફ અઝહર જેવા ત્રણ મોટા આતંકવાદીઓને ઠાર કર્યા: DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ
ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂરની યોજના પહલગામમાં ભારતીય નાગરિકો પર હુમલા બાદ બનાવવામાં આવી. આ ઓપરેશનનો સ્પષ્ટ ઉદ્દેશ્ય હતો. આતંકવાદીઓ અને તેના ઠેકાણાઓને નષ્ટ કરવા, અમે બોર્ડર પાર આતંકવાદીઓના કેમ્પોની ઊંડાણપૂર્વક ઓળખ કરી. જેમાં કેટલાક ઠેકાણા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને કેટલાક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હતા. જે મુરીદકે, જો કસાબ અને ડેવિડ હેડલી જેવા આતંકવાદીઓથી જોડાયેલા રહ્યા છે.'