
પોરબંદર જિલ્લાના પાંડાવદર ગામે ગ્રામ પંચાયતનું સ્ટ્રીટ લાઈટનું બિલ બાકી રહેતા જોડાણ કાપી નાખતા સરપંચે મહિલા સરપંચ સહિત બે કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. ગામના સરપંચના આ હરકતથી મહિલા વીજ કર્મચારીએ સરપંચ સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
શરમ કરો સરપંચ ; ભાજપ નેતાની મહિલા કર્મચારી પર દબંગાઈ
પોરબંદરના પાંડાવદર ગામના ગ્રામ પંચાયતનુ સ્ટ્રીટ લાઈટનું બિલ બાકી હોવાથી કનેકશન કટ કરતા સરપંચે મહિલા કર્મચારી સહિત બે ઉપર હિચકારો હુમલો કર્યો હતો. સરપંચ ધમેદ્રસિંહ જેઠવાએ વીજ કર્મચારી મનોજ પાચા કોડિયારને પ્રથમ ત્રણ ઝાપટો મારી બાદ જાગૃતિબેનને સરપંચે વાળ પકડી ઢસડીને ત્રણ ઝાપટો મારીને ખરાબ અપશબ્દો બોલ્યા હતા. જેથી જુનિયર આસિસ્ટન્ટ જાગૃતિબેન મોઢાએ પાંડાવદર ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવા તથા તેની સાથે રહેલા ત્રણ અજાણ્યા શખ્સો ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જુનિયર આસિસ્ટન્ટ જાગૃતિબેન સાથે મારામારી કરવા બદલ તથા ફરજ રૂકાવટ ગુન્હો દાખલ કર્યો હતો. પોરબંદરમાં વીજ કર્મચારી પર છેલ્લા ત્રણ માસમાં હુમલાની આ ચોથી ઘટના છે. જેથી વીજ કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.