
રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના અસામાજિક તત્વોની યાદી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે ઊભા કરાયેલા બાંધકામને હટાવવામાં આવી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે યાદી તૈયાર કરી છે.
ગીર-સોમનાથ જિલ્લામાં આવેલા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે 14 જેટલા શખ્સોની યાદી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશ વિસ્તારમાં કોમ્બિંગ કરી કાર્યવાહી કરાઈ છે. કાયદાનો કોઈ ડર ન રહેતા શખ્સો સામે પોલીસે યાદી તૈયાર કરી એક્શન લેવાનું શરૂ કર્યું છે.