Home / Gujarat / Chhota Udaipur : congress leader Meeting with workers to make president

Chhotaudepur News: પ્રમુખ બનાવવા માટે કાર્યકરો સાથે મિટિંગ, બોડેલી APMC કોંગ્રેસના પ્રદેશના નિરીક્ષકો પહોંચ્યા

Chhotaudepur News: પ્રમુખ બનાવવા માટે કાર્યકરો સાથે મિટિંગ, બોડેલી APMC કોંગ્રેસના પ્રદેશના નિરીક્ષકો પહોંચ્યા

કોંગ્રેસ દ્વારા પ્રથમ વખત પ્રમુખ બનાવવા માટે કાર્યકરોનું મંતવ્ય અને મિટિંગનો કાર્યક્રમ ગોઠવીને કોન્સેન્સ લીધો હતો. જેમા પ્રદેશમાંથી વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને મહારાષ્ટ્ર ના ધારાસભ્ય માજી મંત્રી અસ્લમભાઇ શેખ હાજર રહ્યા હતાં. કોંગ્રેસના માજી વિપક્ષના નેતા અને જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખો કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા. તેઓની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભાજપ સામે ડરે નહી લડે તેવા પ્રમુખ બનાવાશે

વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે વિસાદર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવવાની છે. જેમાં આમઆદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કરવામાં નહિ આવે જયારે જિલ્લા ના પ્રમુખ બનાવવા માટે કાર્યકરોનું મંતવ્ય લેવામાં આવ્યું છે. ભાજપ સામે લડાયક સામનો કરી શકે તેમજ ભાજપ થી ડરે નહિ અને ભાજપ સામે લડી શકે  તેવા પ્રમુખ બનાવવામાં આવશે જયારે છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા જીતાડી શકે તેવા પ્રમુખ બનાવવામાં આવશે જયારે જે લોકો ભાજપ થી ડરી ને ભાજપ માં ગયા છે તેઓને પાછા લેવામાં નહિ આવે.

આપ મુદ્દે ગોળ ગોળ જવાબ

આમઆદમી પાર્ટી ના  ધારાસભ્ય  ચૈતર વસાવા સાથે અનંત પટેલ ના આદિવાસી નેતા તરીકે સારા સબંધો છે અને વિસાદર બેઠક ઉપર ગઠબંધન ના થતા ચૈતર વસાવા સાથે સબંધો બગડશે તે  બાબતે પૂછતાં તેઓએ ગોળગોળ જવાબ આપ્યો હતો અને લડાયક નેતાઓ તૈયાર કરીશું તેવો ગોળગોળ જવાબ આપ્યો હતો.જયારે મહારાષ્ટ્ર ના ધારાસભ્ય અસ્લમ શેખ ના જણાવ્યા મુજબ ગુજરાત થી પરિવર્તન લાવીશુ અને પહેલગામ માં આતંકવાદીઓ એ નિર્દોષ લોકો ને મોત ને ઘાટ ઉતાર્યા તે દુઃખદ ઘટના છે  પાકિસ્તાન ના આતંકવાદીઓએ સામે કડક પગલાં ભરવા માટે વિપક્ષે  સરકાર ને મદદ કરવાની ખાતરી આપી છે  જયારે સરકારે ટીવી ઉપર અને મંચો ઉપર ભાષણ કરીને નહિ પરંતુ પાકિસ્તાન ના ઘર માં ઘુસી ને સબક સીખવાડવો જોઈએ તેવી માંગ કરી છે.  

 

 

 

Related News

Icon