દેશભરમાં બહુચર્ચિત વક્ફ સુધારા બિલ લોકસભા અને રાજ્યસભામાંથી પાસ થયા બાદ દેશમાં ક્યાંક તેનો વિરોધ પણ દર્શવાઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ લાલ દરવાજા વિસ્તારમાં સિદી સૈયદની જાળી પાસે એસડીપીઆઈ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી તેમજ ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર કરાયા હતા.
કેટલાક મુસ્લિમ નેતાઓએ વક્ફ બિલને મુસ્લિમ વિરોધ ગણાવી રાજીનામાં પણ આપ્યા છે. અમદાવાદ શહેરમાં પણ વક્ફ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. લાલદરવાજા સિદ્દી સૈયદની જાળી પાસે લોકોએ એકત્ર થઈને રસ્તા પર ઉતરી આવી વિરોધ દર્શાવ્યો હતો. સરકાર બિલથી મુસ્લિમોની જમીન હડપવા માંગતી હોવાનો દાવો કરાયો છે.
દેખાવો કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. બિલ સંવિધાન વિરોધી હોવાનો SDPIના કાર્યકરો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. કાર્યકરોએ ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી... જેવ સૂત્રોચ્ચાર કર્યા હતા.