અમદાવાદ શહેરમાં આવેલી શીલજ સોસાયટીના રહીશોના બે જૂથ વચ્ચે સરાજાહેર મારામારી થઈ હતી. સોસાયટીની જનરલ મીટિંગ વખતે બે જૂથ વચ્ચે માથાકૂટ ચાલતી હતી ત્યારબાદ મામલો બિચક્યો અને ઝઘડો મારામારી સુધી પહોંચ્યો હતો.
શીલજ સોસાયટીમાં જનરલ મીટિંગ ચાલી રહી રહી હતી. આ દરમ્યાન રહીશોના બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ અને બાદમાં આ માથાકૂટ સમગ્ર મામલો ઝઘડા સુધી અને બાદમાં મારામારી ચાલુ થઈ હતી. બે ગૃપ વચ્ચે ખુરશી અને ડંડા વડે જાહેરમાં મારામારી થઈ હતી.. આ સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જો કે બોપલ પોલીસના જણાવ્યા પ્રમાણે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું.