Home / Business : Crude prices likely to fall by December: S&P Global

Business: ડિસેમ્બર સુધીમાં ક્રુડના ભાવમાં ઘટાડાની શકયતા: S&P Global

Business: ડિસેમ્બર સુધીમાં ક્રુડના ભાવમાં ઘટાડાની શકયતા: S&P Global

ક્રુડ ઓઈલમાં વૈશ્વિક મજબૂત પુરવઠા સ્થિતિ અને મંદ વૈશ્વિક માંગને કારણે વર્ષના અંત ડિસેમ્બર સુધીમાં ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૬૦ ડોલરની અંદર ઊતરી જવાની ધારણા વૈશ્વિક જાયન્ટ એસ એન્ડ પી ગ્લોબલ કોમોડિટી ઈનસાઈટ્સે વ્યક્ત કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

S&Pના કોમોડિટી માર્કેટ ઈનસાઈટ્સ ફોરમમાં બોલતા, એસ એન્ડ પી ગ્લોબલ કોમોડિટી ઈનસાઈટ્સના એક્ઝિક્યુટીવ ડિરેકટર પ્રેમાશીષ દાસે જણાવ્યું હતું કે, વર્ષના અંત સુધીમાં ભાવ ઘટવાની અને ૫૫થી ૬૦ ડોલર પ્રતિ બેરલની રેન્જમાં રહેવાની ધારણા છે. હાલમાં, ક્રુડના ભાવ ૭૦ ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે.

ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) અને તેના સાથે દેશો જેમ કે રશિયા વિશે તેમણે કહ્યું હતું કે, અમને લાગે છે કે, ૨૦૨૫ના અંત સુધીમાં ભાવ પ્રતિ બેરલ ૬૦ ડોલરની અંદર જઈ શકે છે, કેમ કે પુરવઠો સારો રહેવા સામે માંગ ઓછી છે. 

આ પાછળ પ્રમુખ ધારણા એ છે કે ઓપેક સહિતના દેશો કંઈ કરશે નહીં, જેનો અર્થ એ છે કે તેઓ ઉત્પાદનમાં ઘટાડો કરશે નહીં અથવા કોઈ ભાવ અંકુશ લાવશે નહીં. એપ્રિલથી ઓપેક એ માસિક ધોરણે તેના ૨૨ લાખ બેરલ દૈનિક ઉત્પાદન કાપને પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ સમાચાર આવ્યા બાદ ક્રુડ ઓઈલ ૬૦ ડોલર સુધી ઘટી ગયું હતું, જે પછી ફરી ૭૦ ડોલરની આસપાસ પહોંચ્યું છે. કાર્ટેલે ભાવને ટેકો આપવા માટે ૨૦૨૨માં કાપ લાગુ કર્યો હતો.

Related News

Icon