Home / India : Supreme Court orders formation of SIT in Sofia Qureshi-Vijay Shah case

કર્નલ સોફિયા કુરેશી - વિજય શાહ મામલે SIT કરશે તપાસ, સુપ્રીમે કહ્યું- માફી મંજૂર નહીં

કર્નલ સોફિયા કુરેશી - વિજય શાહ મામલે SIT કરશે તપાસ, સુપ્રીમે કહ્યું- માફી મંજૂર નહીં

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહને કર્નલ સોફિયા કુરેશી પરની ટિપ્પણી બદલ ફટકાર લગાવી અને કહ્યું કે તેમણે અભદ્ર ટિપ્પણી કરતા પહેલા વિચાર કરવો જોઈએ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, અમે ત્રણ IPS અધિકારીઓની SIT બનાવી રહ્યા છીએ અને તેમાંથી એક IG અથવા DGP રેન્કના હોવો જોઈએ. આ બધા રાજ્યની બહારના હોવા જોઈએ. આ એક લિટમસ ટેસ્ટ છે અને અમે ઇચ્છીએ છીએ કે રાજ્ય SIT રિપોર્ટ અમને સોંપે. અમે આના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ડીજીપીને મંગળવારે સવારે 10 વાગ્યા સુધીમાં આઈજી રેન્કના અધિકારીના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આખો દેશ તમારાથી શરમ અનુભવે છે - સુપ્રીમ કોર્ટ

કોર્ટે વધુમાં કહ્યું કે, આ એક એવો દેશ છે જે કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે. ભલે તે નાનો હોય કે મોટો. ન્યાયાધીશો કોઈની સામે પૂર્વગ્રહ રાખતા નથી. આ કોર્ટના આદેશથી કોઈને નુકસાન થશે નહીં.
આખો દેશ તમારાથી શરમ અનુભવે છે. તમારા ઉપર નિર્ભર છે કે તમે તમારી જાતને કેવી રીતે સુધારશો. અમે કોઈ સૂચના આપી નથી. એવું કહેવું યોગ્ય નથી કે હાઈકોર્ટે તમને દોષિત ઠેરવ્યા છે.

Related News

Icon