
પાડોશી દેશની સીમાડાને અડીને આવેલા કચ્છ જિલ્લાના ભૂજમાંથી કચ્છ એસઓજીની ટીમે રૂપિયા 41 લાખના કોકેઈન સાથે બે યુવકોને સકંજામાં લીધા છે. પોલીસે બે યુવકો પાસેથી કાર, રોકડ, મોબાઈલ સહિત 46.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના ભૂજના કોડકી નજીક ઓક્સવૂડમાં રહેતા મયુર રસિકલાલ સોની અને પંજાબના ગુરુદેવસિંહની પશ્ચિમ કચ્છ એસઓજીએ બાતમીના આધારે તપાસ અને પૂછપરછ કરતા 41 ગ્રામ કોકેઈન સાથે બે ગ્રામ અફીણનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત કાર, રોકડ, મોબાઈલ સહિત 46.20 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં બે આરોપીઓએ જણાવ્યું હતું કે, પંજાબથી અજાણ્યો શખ્સ આપી ગયો હોવાનું સ્વીકાર્યું હતું. જો કે, આમ છતાં પશ્ચિમ કચ્છ SOG એ વધુ તપાસ હાથ ધરી છે.