
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનનને રોકવા માટે વહીવટી તંત્રે આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. ચોટીલા અને થાનગઢ વિસ્તારમાં વિસ્ફોટક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહને લગતી કાર્યવાહી વધુ ઝડપથી કરવામાં આવી છે.
સીલ કરાયેલા ગોડાઉનની સંખ્યા 7 પર પહોંચી ગઈ
કાર્યવાહીમાં ચોટીલા, થાનમાં વધુ ત્રણ ગોડાઉન સીલ કરવામાં આવ્યા, જેનાથી કુલ સીલ કરાયેલા ગોડાઉનની સંખ્યા 7 પર પહોંચી ગઈ છે. બે દિવસની કાર્યવાહીમાં 96 લાખ 78 હજાર 499ની કિંમતના વિસ્ફોટક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.
96 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
આ કાર્યવાહીમાં ચોટીલાના મયુરસિંહ રાઠોડ, જાનીવડલાના દિલીપભાઈ ધાધલ અને ગુગલીયાણાના પંકજભાઈ જૈનના ગોડાઉનમાંથી 29 લાખથી વધુનો વિસ્ફોટક પદાર્થનો જથ્થો જપ્ત કરીને સીલ મારવામાં આવ્યું. આ ઉપરાંત, વિસ્ફોટક પદાર્થોના વેચાણની ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ખરીદ-વેચાણના પત્રકોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે.