શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.શક્તિસિંહ ગોહિલે કડી અને વિસાવદરમાં કોંગ્રેસની હાર બાદ આ રાજીનામું આપ્યું છે. ફેસબુક લાઇવ દ્વારા શક્તિસિંહ ગોહિલે રાજીનામાની જાહેરાત કરી હતી.
https://twitter.com/shaktisinhgohil/status/1937103298001006794
શક્તિસિંહ ગોહિલનું ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું
શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ કરતા કહ્યું કે, કડી અને વિસાવદરની ચૂંટણી મહેનતથી લડાઇ તેનો યશ મારા કાર્યકર્તાઓને છે. પરિણામ નથી આવ્યું તેની જવાબદારીનો મે સ્વીકાર કર્યો છે અને થોડા સમય પહેલા AICCના પ્રેસિડેન્ટને મારૂ રાજીનામું મોકલી આપ્યું છે. આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની મારી છેલ્લી પ્રેસ કોન્ફરન્સ છે. સંગઠન મહામંત્રી શૈલેષ પરમારને મારી જવાબદારી જ્યા સુધી AICC નક્કી ના કરે નવા પ્રમુખની જવાબદારી ત્યા સુધી નીભાવશે.
શૈલેષ પરમારને સોપી જવાબદારી
શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ શૈલેષ પરમારને જવાબદારી સોપી છે.
શક્તિસિંહ ગોહિલ જૂન 2023માં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા હતા
શક્તિસિંહ ગોહિલ જૂન 2023થી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત હતા, અને તેમની નિમણૂક 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નબળા પ્રદર્શન (માત્ર 17 બેઠકો) બાદ થઈ હતી. તેઓ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે, સાથે જ તેમણે 1991-1995 દરમિયાન ગુજરાત સરકારમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ અને નર્મદા જેવા ખાતાઓમાં મંત્રી તરીકે સેવા આપી હતી.