Home / India : Army recovers huge cache of arms and ammunition from Shopian forest

VIDEO: શોપિયામાં કાલે 3 આતંકી ઠાર કર્યા, આજે જંગલમાંથી દારુગોળો અને હથિયારોનો જંગી જથ્થો મળ્યો

OPERATION KELLER: ઓપરેશન કેલર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લાના કેલરમાં સ્થિત શુકરુ જંગલ વિસ્તારમાંથી સુરક્ષાદળોને મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. ઓપરેશન કેલર હેઠળ સુરક્ષાદળોએ ગઈકાલે લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતાં.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે ગઈકાલે ત્રણ આતંકવાદીઓના એન્કાઉન્ટર બાદ કેલરના જંગલ વિસ્તારોમાં મોટાપાયે સર્ચ ઓપરેશ હાથ ધરાયુ હતું. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના પગલે ઓપરેશન કેલર હાથ ધરાયું છે. જેમાં શુકરૂ જંગલ વિસ્તારમાંથી મોટાપાયે હથિયારો અને વિસ્ફોટક જથ્થો મળી આવ્યો છે. સ્થાનિક પોલીસ, CRPF, ભારતીય સેના, ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા હાથ ધરાયેલું આ સંયુક્ત ઓપરેશન હજુ ચાલુ છે.

આતંકવાદીઓની બાતમી પર રૂ. 20 લાખનું ઈનામ

પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના, સ્થાનિક પોલીસ અને સુરક્ષાદળોની ટીમ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને શોધી રહી છે. આ હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર્સ ઠેરઠેર લગાવવામાં આવ્યા છે. તેમજ તેમની બાતમી આપનારાઓ માટે રૂ. 20 લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે. 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ 26 લોકોની હત્યા કરી હતી. આ હુમલાખોરોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. સુરક્ષાદળોની ટીમ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી તેમની શોધ કરી રહી છે.

Related News

Icon