
Surendranagar News: સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં પોલીસ દ્વારા દર્દીના સગાને માર મારવા મામલે સમાચાર સામે આવ્યા છે. પાટડી સરકારી હોસ્પિટલમાં દર્દીના સગા સાથે ફડાકાવાળી કરવાની ઘટનામાં પોલીસને દોષિત ઠેરવવામાં આવી છે. સુરેન્દ્રનગરની પાટડી સરકારી હોસ્પિટલમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ મારામારી મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પી.આઈ અને અન્ય 2 કર્મીઓ વિરુદ્ધ પગલા ભરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર DIG ગિરીશ પંડ્યાએ શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. પી.આઈ બી.જી.છત્રરાલિયા અને ASI ભારતસિંહ અન્ય એક પોલીસકર્મી સામે પગલાં ભરવામાં આવ્યા છે. DIG ડો.ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે, પોલીસે સ્વંયમ રાખવાની જરૂર હતી. જ્યાં સ્વયંની જરૂર હતી ત્યાં પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. હજુ કડક પગલાં ભરવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.