
છોટાઉદેપુર: નસવાડી તાલુકાની 246 શાળાઓના શિક્ષકોને એક શાળા દીઠ UCC (સમાન સિવિલ કોડ)ના પાંચ ફોર્મ ભરી BRC ભવનમાં સબમિટ કરવાના આદેશથી ખળભળાટ મચી ગયો છે.
એકબાજુ શાળાઓમાં શિક્ષકો પૂરતા પ્રમાણમાં નથી અને વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા આવી રહી છે. જયારે UCCનો મુદ્દો સમગ્ર દેશમાં સૌથી મોટો મુદ્દો હોય એમ આ કામગીરી શિક્ષકોને કઈ રીતે સોંપી શકાય શિક્ષકોમાં ચર્ચા થઇ રહી છે.
આ સમગ્ર મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછતાં તેઓ આ બાબતે ‘સાંજ સુધીમાં આ મામલે તપાસ કરીને જવાબ આપીશું’નો મૌખિક જવાબ આપ્યો હતો. શિક્ષકો પાસે UCCના આ ફોર્મમાં લોકોના અભિપ્રાય ભરાવવા માટે આપ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.