
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઠાકુર રાજા સિંહે રાજીનામું આપ્યું છે. ટી રાજા સિંહ ઘણીવાર તેમના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તેઓ હિન્દુત્વવાદી છબી તરીકે જાણીતા છે. તેઓ તેમના નિવેદનોને કારણે ઘણી વખત વિવાદોમાં પણ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર પોતાનો પત્ર શેર કરતા રાજા સિંહે લખ્યું કે ઘણા લોકોના મૌનને સંમતિ ન માનવી જોઈએ. હું ફક્ત મારા માટે નહીં, પરંતુ અસંખ્ય કાર્યકરો અને મતદારો માટે બોલી રહ્યો છું જેઓ વિશ્વાસ સાથે અમારી સાથે ઉભા હતા અને જેઓ આજે નિરાશ થઈ રહ્યા છે. જય શ્રી રામ.
https://twitter.com/TigerRajaSingh/status/1939637113814942091
જણાવી દઈએ કે તેલંગાણામાં બીજેપી અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાના હતા. પાર્ટીના નેતા રામચંદ્ર રાવને તેલંગાણા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતાના મીડિયા અહેવાલો મુદ્દે ભાજપના ધારાસભ્ય ટી. રાજા સિંહે આઘાત અને નિરાશા દર્શાવીને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે.
નવા ભાજપ પ્રમુખ પ્રત્યે નારાજગી!
રાજા સિંહે પોતાના પત્રમાં લખ્યું છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામચંદ્ર રાવને તેલંગાણા માટે ભાજપના નવા રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવનાર છે. આ નિર્ણય ફક્ત મારા માટે જ નહીં પરંતુ લાખો કાર્યકરો, નેતાઓ અને મતદારો માટે પણ આઘાત અને નિરાશા છે જેઓ દરેક ઉતાર-ચઢાવમાં પાર્ટી સાથે ઉભા રહ્યા છે. એવા સમયે જ્યારે ભાજપ તેલંગાણામાં પોતાની પહેલી સરકાર બનાવવાની તૈયારીમાં છે, ત્યારે આવી પસંદગી આપણી દિશા અંગે ગંભીર શંકાઓ ઉભી કરે છે.
'ચૂપ રહેવું અથવા બધું બરાબર છે તેવો ડોળ કરવો મુશ્કેલ'
ટી રાજાએ પત્રમાં લખ્યું કે, વ્યક્તિગત હિતોથી પ્રેરિત કેટલાક વ્યક્તિઓએ કેન્દ્રીય નેતૃત્વને ગેરમાર્ગે દોર્યું છે અને પડદા પાછળથી નિર્ણયો લીધા છે. આ માત્ર પાયાના કાર્યકરોના બલિદાનને ઓછું કરવા સાથે પક્ષને નિષ્ફળતામાં ધકેલી દેવાનું જોખમ પણ ધરાવે છે. હું એક સમર્પિત કાર્યકર રહ્યો છું, લોકોના આશીર્વાદ અને પાર્ટીના સમર્થનથી સતત ત્રણ વખત ચૂંટાયો છું, પરંતુ આજે મારા માટે ચૂપ રહેવું અથવા બધું બરાબર છે તેવો ડોળ કરવો મુશ્કેલ છે. ભલે હું પાર્ટી છોડી રહ્યો છું, હું હિન્દુત્વની વિચારધારા પ્રત્યે અને આપણા ધર્મ અને ગોશામહલના લોકોની સેવા કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. આ એક મુશ્કેલ નિર્ણય છે પણ જરૂરી છે. ઘણા લોકોના મૌનને સંમતિ તરીકે ન સમજવું જોઈએ. રાજા સિંહે પોતાના પત્રમાં વડાપ્રધાન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને બીએલ સંતોષને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે.