IPL 2025 બાદ ભારત પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ સીરિઝ જૂનથી ઓગસ્ટ સુધી રમાશે. હવે આ સીરિઝ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારત સામે આ સીરિઝ પહેલા ફાસ્ટ બોલર ઓલી સ્ટોન ઈજાગ્રસ્ત થઈ ગયો છે અને તેના માટે આ સીરિઝ રમવું મુશ્કેલ થઈ ગયું છે. આ સમાચારથી ઈંગ્લેન્ડ અને તેની કાઉન્ટી ટીમ નોટિંઘમશાયરને મોટો ઝટકો લાગ્યો છે.

